Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના બંદર પર પોલીસ દ્વારા કરાયું ચેકીંગઃ
જામનગર તા. ૨૩: જામનગર નજીકના બેડીમાં આવેલા જૂના બંદર પર ગઈકાલે બે બોટમાં તેના રજીસ્ટ્રેશન નંબર કે નામ જોવા ન મળતા બે માછીમાર સામે પોલીસે ખુદ ફરિયાદી બની કાનૂની કાર્યવાહી કરી છે.
જામનગરના બેડીમાં આવેલા જૂના બંદરની જેટી પર ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં માધાપર ભુંગાનો માછીમાર મહેબુબ નુરમામદ સાયચા પોતાની બોટ લઈને આવ્યો હતો.
આ માછીમારે પોતાની બોટમાં રજીસ્ટ્રેશન નંબર તથા બોટનું નામ દર્શાવેલુ ન હોવાથી તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. તે જ રીતે માધાપર ભુંગાના બીજા માછીમાર જુનસ જાકુભાઈ કેર દ્વારા પણ પોતાની બોટનું નામ તથા રજીસ્ટ્રેશન દર્શાવેલા ન હોય ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial