Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ફેડરેશન દ્વારા પ્રોપર્ટી શોના આયોજક સામે કરાઈ ચેક પરતની ફરિયાદ

નામાંકિત આયોજક સામે ફરિયાદથી ચકચારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ફેડરેશન ઓફ આર્કીટેક્સ એન્ડ એન્જિનિયર્સના પ્રમુખ દ્વારા ધારા ઈન્ફોટેક નામની પેઢીના પ્રોપરાઈટર સામે કુલ રૂા.૮ લાખ ૧ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં તાજેતરમાં પ્રોપર્ટી શો યોજવામાં આવ્યો હતો. જેના મુખ્ય આયોજક ધારા ઈન્ફોટેકના પ્રોપરાઈટર પ્રફુલ ચંદ્રેશા હતા. છેલ્લા વીસેક વર્ષથી ગુજરાતભરમાં હોમ ડેકોર, પ્રોપર્ટી શો, ફૂડ એન્ડ પેકેજીંગ શો સહિતના એક્ઝિબિશન યોજતા આ આસામી દ્વારા જામનગરના ફેડરેશન ઓફ આર્કીટેક્સ એન્ડ ઈન્જિનિયર્સને સાથે જોડાવવા માટે જણાવાયા પછી રૂા.૮ લાખ ૧ હજાર આપવાની ખાતરી અપાઈ હતી. તે શો યોજાયા પછી શો સક્સેસ ગયો હતો અને ફેડરેશન ઓફ આર્કીટેક્સને તેઓની રકમ આપવા માટે ઠાગાઠૈયા કરાયા હતા. તેથી ફેડરેશનની જનરલ બેઠક યોજી ધારા ઈન્ફોટેક સામે ધોરણસર કાર્યવાહીનો ઠરાવ થયો હતો. તે પછી ફેડરેશનને રૂા.૪ લાખ તથા રૂા.૪ લાખ ૧ હજારનો ચેક અપાયો હતો. તે બંને ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા પ્રફુલ ચંદ્રેશાને નોટીસ પાઠવાયા પછી ફેડરેશનના પ્રમુખ હાર્દિક દવેએ અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ભોજાણી એસોસિએટ્સના વકીલ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, કિશોર ભટ્ટ, ભાવિક રાજદેવ, અર્શ કાશમાણી, સચિન જોષી, આદિત્યદાન ગઢવી, અલ્કા નથવાથી, જાનકી ગાગીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh