Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયો તૂટતા આરબીઆઈ પાસે રહેલા વિદેશી ચલણનું મૂલ્ય વધ્યુ !
મુંબઈ તા. ૨૩: આરબીઆઈ કેન્દ્ર સરકારે રૂા. ૨.૭ લાખ કરોડથી ૩.૫ લાખ કરોડનું ડિવિડન્ડ આ૫શે જે ગયા વર્ષે અપાયેલા રૂા. ૨.૬૯ લાખ કરોડના ડિવિડન્ડનો રેકોર્ડ તોડશે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રેકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે.
એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી ૨.૭ લાખ કરોડ રૂપિયાથી લઈને ૩.૫ લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આરબીઆઈ બોર્ડની એક મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ ૩.૫ લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે. ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આરબીઆઈ દ્વારા સરકારને અપાતા ડિવિડન્ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્દ્ર સરકાર માટે નોન-ટેક્સ રેવન્યુનો એક મોટોસ્ત્રોત બની ગયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે આરબીઆઈ પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે આરબીઆઈ એ ચલણ બજારમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરીને મોટા પાયે ડોલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બેંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૩ ટકા વધીને લગભગ ૬૮૮ અબજ ડોલર પર પહોંચી ગયું છે.
આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્સી પ્રિન્ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ આરબીઆઈ નફામાં મોટો ભાગ ભજવ્યો છે. આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બેંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને આજે શુક્રવારની બેઠક પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial