Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતા સાથે સંબંધની આશંકાથી યુવાનને બાઈક તથા રિક્ષામાં ધરારથી બેસાડી મોબાઈલ લૂંટી લેવાયો

ફિલ્ટર પાણીના વ્યવસાયી યુવાન પર ચારનો હુમલોઃ મકાનમાં ભેજની બાબતે પિતા-પુત્રને માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા એક યુવાનને પરિણીતા સાથે સંબંધ હોવાની આશંકાથી ગુરૂવારે પાંચ શખ્સે ધોકાવી નાખી બાઈક તથા રિક્ષામાં બળજબરીથી બેસાડી દઈ માર મારવા ઉપરાંત રૂા.૨૦ હજારના મોબાઈલની લૂંટ ચલાવી હતી. જ્યારે ઘરમાં આવતા ભેજના કારણે બે સપ્તાહ પૂર્વે કામદાર કોલોનીમાં પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો અને એક મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા. જ્યારે ફિલ્ટર પાણીના બે વ્યવસાયી વચ્ચે થયેલી બોલાચાલી પછી ગુરૂવારે સવારે એક યુવાનને ચાર શખ્સે માર મારી કમર ભાંગી નાખી હતી.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતા શિવમ્ ધનજીભાઈ રાણેવારીયા નામના યુવાન ગુરૂવારે બપોરે નાગેશ્વર નજીક વીડી નદી પાસેથી જતા હતા ત્યારે રોહિત શિંગાળા નામનો નવાગામ ઘેડવાળો શખ્સ મળી ગયો હતો. આ શખ્સે ઉભા રહેવાનું કહેતા રોહિતે તેને બળજબરીથી ઉભો રાખ્યો હતો અને વેલનગરમાં જ રહેતા સાગર અશોકભાઈ પરમારને બોલાવ્યો હતો.

આ વેળાએ સાગર તથા ધરારનગરવાળો આરીફ સુમરા રિક્ષામાં આવ્યા હતા. રોહિતે આને લઈ જાવ તેમ કહેતા સાગરે બોચો પકડી શિવમ્ને તેના જ મોટરસાયકલ પર બેસાડી દીધો હતો અને સાગર તથા આરીફ મોટરસાયકલ હંકારી ઈન્દિરા સોસાયટી નજીક મધુરમ્માં લઈ ગયા હતા. જ્યાં સાગરે એક મહિલા સાથે તારે શું સંબંધ છે તેમ પૂછતા શિવમ્ે કોઈ સંબંધ નથી તેમ જવાબ આપ્યો હતો તેથી સાગરે ગાળો ભાંડી ધોકાથી હુમલો કર્યાે હતો. તે દરમિયાન વિપુલ જીગાભાઈ પરમાર અને આરીફ સુમરાએ માર માર્યાે હતો. ફરીથી બાઈકમાં બેસાડી સ્વામીનારાયણનગર પાછળ મામાના મંદિર પાસે લઈ જઈ બાવળની કાટમાં શિવમ્ને નાખી દીધો હતો. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ રિક્ષા લઈને આવ્યો હતો. તે રિક્ષામાં સાગર તથા વિપુલે ધરારથી શિવમ્ને બેસાડી લીધો હતો અને આરીફ મોટરસાયકલમાં પાછળ આવ્યો હતો. નાગેશ્વર વીડી મંદિર પાસે લઈ જઈ આ શખ્સોએ ફરીથી શિવમ્ને માર માર્યાે હતો.

તે ઉપરાંત શિવમ્નો રૂા.૨૦ હજારનો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. હુમલામાં શિવમ્ને ડાબો હાથ ભાંગી ગયો છે. આ યુવાને ગઈરાત્રે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત શિંગાળા, સાગર પરમાર, વિપુલ પરમાર, આરીફ તથા એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કામદાર કોલોની વિસ્તારની શેરી નં.૮માં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા માધવજીભાઈ નારણભાઈ ચાવડા નામના પ્રૌઢ તથા તેમના પિતાને મકાનમાં આવી રહેલા ભેજ બાબતે ગઈ તા.૬ની બપોરે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ધવલ કનખરા, અજય ગજરા નામના શખ્સોએ ધોકા તથા લોખંડની ચોકીથી માર માર્યાે હતો અને માધવજીભાઈના પત્નીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ગઈકાલે સિટી સી ડિવિઝનમાં માધવજીભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના કિસાનચોક વિસ્તારમાં દ્વારકાપુરીના ડેલામાં રહેતા સાગર દિલીપભાઈ ગજરા ગુરૂવારે સવારે રણજીતસાગર રોડ પર એક હોટલે આવ્યા ત્યારે મહેશ ધર્મેન્દ્રભાઈ વશીયર, કિશન મહેશભાઈ, હરીશ મનસુખભાઈ ભદ્રા, રાજુ ધર્મેન્દ્રભાઈ વશીયર નામના ચાર શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુ તથા ફડાકા ઝીંક્યા હતા. તે દરમિયાન હરીશ ભદ્રાએ નીચે પડી ગયેલા સાગર પર ચઢી જઈ તેની કમર પર કૂદકા માર્યા હતા અને કમરના ભાગે ફ્રેક્ચર કરી નાખ્યંુ હતું. સાગર ગજરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યું છે કે, સાગર તથા મહેશ ફિલ્ટર પાણીનો વ્યવસાય કરે છે અને અગાઉ બોલાચાલી થયા પછી તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh