Advertisement
Author: નોબત સમાચાર

નારાયણનગર પાસેથી ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર પકડાયા

વર્લીના આંકડા લખતા વૃદ્ધ સામે નોંધાયો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ગુલાબનગર સામેના નારાયણનગર પાસેથી ગઈકાલે સાંજે પોલીસે ચાર શખ્સને ચલણી નોટના નંબર પર જુગાર રમતા પકડી પાડ્યા હતા. રૂા.૭૬૫૦ રોકડા કબજે કરાયા હતા. એક વૃદ્ધ વર્લીના આંકડા લખતા મળી આવ્યા હતા. તેઓએ કપાત લેનારનું નામ આપ્યું છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા નારાયણનગરના ઢાળીયા પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી મુસ્તાક મહંમદ અમરેલીયા, કાસમખાન ઉમરખાન પઠાણ, ઈરફાન સલીમભાઈ બહાદીદી, ભવાનભાઈ હીરાભાઈ સોનગરા નામના ચાર શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકીથી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રૂા.૭૬૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

નારાયણનગરના ઢાળીયા પાસેથી નીઝામભાઈ અકબરભાઈ બેલીમ નામના વૃદ્ધ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે. પોલીસે રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન કબજે લીધા છે. તેઓએ પોતાની પાસેથી કપાત લેતા ધરારનગર-રવાાળ શબ્બીરનું નામ આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh