Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

જીજ્ઞેશ દાદા 'રાધે રાધે' વ્યાસપીઠ પરથી વહાવશે કથામૃત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર જામનગર દ્વારા અધિક જેઠ સુદ દશમથી અધિક જેઠ પૂર્ણિમા તા. ૨૫-૫-૨૦૨૬ થી ૩૧-૫-૨૦૨૬ દરમ્યાન શ્રી ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પરિસર, માતૃશ્રી કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ, શ્રીમતી વિજયાબેન જીવનભાઇ ગોવાણી વિદ્યાલય, લાલવાડી મેઈન રોડ, જામનગરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા 'રાધે રાધે' વ્યાસ પીઠ પરથી પ્રતિદિન બપોરે ૩:૩૦ થી સાંજે ૭ દરમ્યાન પોતાની આગવી શૈલીમાં કથામૃત વહાવશે.

તા. ૨૫/૫ ને સોમવારે બપોરે ૩ કલાકે ત્રિમંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે તથા સાંજે ૫ કલાકે શ્રી આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ અને મોઢેરા તપોવન આશ્રમનાં મહંત મહામંડલેશ્વર પૂ.અવધકિશોરજી (રામાયણી) દિપ પ્રાગટય કરી આશીર્વચન પાઠવશે.

તા. ૨૮/૫ ને ગુરૂવારે બપોરે ૩:૩૦ કલાકે નંદ ઉત્સવ ઉજવાશે. તા. ૩૦/૫ ને શનિવારે બપોરે ૩:૩૦ કલાકે રૂક્ષ્મણિ વિવાહ ઉજવાશે. તા. ૩૧/૫ ને રવિવારે બપોરે ૧૨ કલાકે કથા વિરામ પામશે.

કથામાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તથા સાંસદ પુરૂષોત્તમભાઇ રૂપાલા, મહાપદ્મ દાતા જીવનભાઇ ગોવાણી, સિદસર ઉમિયાધામનાં પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ગાંઠીલા ઉમાધામના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, શ્રમ અને રોજગાર મંત્રી કાંતીભાઇ અમૃતીયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાની ઉપસ્થિતિ રહેશે.

રાજશ્રી મહેમાન તરીકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પોરબંદર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડો. વિમલભાઇ કગથરા, જામનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઉપસ્થિત રહેશે.

કથામાં ૧  દિવસનાં મુખ્ય યજમાન તરીકે કાંતાબેન ધનરાજભાઈ ફળદુ, બિનીતાબેન નીતીનભાઇ ફળદુ, કાજલબેન દિલીપભાઈ ફળદુ, વિશ્વ, શુભમ, ક્રિશા તથા આસ્થાએ સેવા નોંધાવેલ છે. એ જ રીતે ગીતાબેન કાંતિલાલ સોરઠીયા, ડિનલબેન રાજભાઇ સોરઠીયા, વિહા, હર્ષિદાબેન મગનભાઈ ભીમાણી, જય, ઈશા ભીમાણીએ પણ સેવા નોંધાવેલ છે. ઉપરાંત અનસુયાબેન અતુલભાઇ કાનાણી, રિદ્ધીબેન બીરજુભાઇ કાનાણી, દ્વીશા, જયશ્રીબેન રમેશભાઇ વાછાણી, સ્વાતિબેન પ્રિતભાઇ વાછાણી, રિહાન, પ્રિશા દ્વારા પણ સેવા નોંધાવાઇ છે. તેમજ હંસાબેન બાલકૃષ્ણ બાથાણી, ખુશ્બુબેન રોનક ભાઈ બાથાણી, કુસુમબેન પ્રભુદાસભાઇ ભેંસદડીયા, પલકબેન ઋત્વિકભાઇ ભેંસદડીયા, ગ્રંથ, રશ્મિબેન નવીનભાઇ રૈયાણી , ક્યુરીબેન અભિભાઇ રૈયાણી તથા જયશ્રીબેન ભગવાનજીભાઇ ખાંટ તરફથી પણ સેવા અર્પણ કરવામાં આવી છે.

કથામાં ૧ દિવસનાં ઉપયજમાન તરીકે  વિજયાબેન વ્રજલાલ હાંસલિયા,જાગૃતિબેન પરેશભાઇ, કિનાબેન આશિષભાઇ, ઈશા, શૈલ, હેત, વિશ્વા એ સેવા  નોંધાવેલ છે.

ઉપરાંત સ્વ. જયંતિલાલ નરશીભાઇ સામાણી, નિર્મળાબેન જયંતિલાલ સામાણી, ઉર્મિલાબેન ધર્મેશભાઇ સામાણી, રીતુ, રીશી સામાણીએ પણ સેવા અર્પણ કરી છે.

એ જ રીતે ક્રિષ્નાબેન લવજીભાઇ કાનાણી, જીજ્ઞાબેન નિખિલભાઇ કાનાણી, વનિતાબેન માધવજીભાઇ કગથરા, રજનીબેન વિમલભાઇ કગથરા એ સેવા નોંધાવેલ છે.

રાજુભાઈ નરેન્દ્રભાઈ એન. બોડા, ધર્મિષ્ઠાબેન રાજુભાઈ બોડા, અલ્પાબેન નરેન્દ્રભાઈ બોડા એ સેવા અર્પણ કરેલ છે. જયાબેન ગોવિંદભાઈ ભોજાણી, કાંતાબેન વિપુલભાઇ ભોજાણી, રંજનબેન દિલીપભાઈ ભોજાણી એ સેવા નોંધાવેલ છે.

રેખાબેન મનસુખભાઇ ફળદુ, સજનીબેન પાર્થભાઇ ફળદુ, પૃષ્ટીબેન અભિષેકભાઇ ફળદુ એ પણ સેવા અર્પણ કરેલ છે.

રેખાબેન મહેન્દ્રભાઇ અઘેરા, જયમીન, નિરાલી અઘેરા, ગીતાબેન મનસુખભાઇ નંદાસણા, મોહિત, જાનવી નંદાસણા, ભારતીબેન મુકેશભાઇ કાસુન્દ્રા, નિસર્ગ, હિરવા કાસુન્દ્રા, દક્ષાબેન દિલીપભાઈ ધરસંડીયા, પ્રેક્ષાબેન મિતભાઇ ધરસંડીયા, શિવાંશ, પ્રફુલાબેન રમેશભાઇ રાણીપા, ક્રિષ્નાબેન ધાર્મિકભાઇ રાણીપા, હંસાબેન વિનોદભાઈ ઝાલાવડીયા, નીતલબેન, જલ્પાબેન, વિધિબેન,પારૂલબેન જગદિશભાઇ રાસમીંયા, રાકેશભાઈ, ભાવિકાબેન રાસમીંયા, ઇન્દુબેન ગોવિંદભાઈ ભીમાણી, મનિષાબેન જયેશભાઈ ભીમાણી, કૃણાલ, ઇલાબેન મહેન્દ્રકુમાર ખિરસીયા, યશ ખિરસીયાએ પણ સેવા નોંધાવેલ છે.

આ ઉપરાંત પોથી (પાટલા) ના યજમાન તરીકે પણ અનેક ભક્તોએ સેવા નોંધાવી છે.

કથામાં રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૬/૫ ને મંગળવારે રાત્રે ૯ કલાકે ખોરાસા (ગીર) નું પ્રખ્યાત કાન-ગોપી મંડળ કૃષ્ણ લીલા રજૂ કરશે. તા. ૨૭/૫ ને બુધવારે રાત્રે ૯ કલાકે ડાયરો યોજાશે જેમાં અલ્પાબેન પટેલ અને મિલન તળાવીયા સૂર સંગીતની રમઝટ બોલાવશે. તા. ૨૯/૫ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે 'મારો દેવ દ્વારકાવાળો' નૃત્ય નાટિકા પ્રસ્તુત થશે. જેમાં શ્વેતા ઠાકર અને હિતેન ઠાકર મનમોહક પ્રસ્તુતિ કરશે. તા. ૩૦/૫ ને શનિવારે રાત્રે ૯ કલાકે રાસ ગરબા અને ડાયરાનો કાર્યક્રમ યોજાશે જેમાં ઉમિયા આરાધક સાગર પટેલ અને જોય અઘેરા સૂર-શબ્દની જમાવટ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh