Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટઃ
જામનગર તા. ૨૩: દ્વારકા પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા ચેકીંગ દરમિયાન એક બાઈક પર જતા ઓખામઢીના શખ્સને આંતરી લેવામાં આવ્યો હતો. શકના આધારે આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ૨.૦૫૩ કિલો ગ્રામ ચરસનો જથ્થો સાંપડ્યો હતો. ચોંકી ઉઠેલી પોલીસે આ શખ્સનું બાઈક તથા રૂા. ૧૦૨૬૫૦૦૦ની કિંમતનો જથ્થો કબજે કરી કાયદાથી સંઘર્ષિત એક કિશોરની પણ અટકાયત કરી છે.
દ્વારકા પોલીસ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જીજે-૩૭-કયુ ૮૪૯૯ નંબરનું એક બાઈક શકના આધારે રોકી લેવામાં આવ્યું હતંુ. દ્વારકાના પીઆઈ વી.કે. કોઠીયા તથા સ્ટાફે આ બાઈકના ચાલક દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામના ભાવેશ કનુભાઈ ચાસીયા ઉર્ફે ભાવલાની તલાશી લીધી હતી.
આ શખ્સ પાસેથી ૨૦૫૩ ગ્રામ ચરસનો જથ્થો સાંપડતા પોલીસ ચોંકી ગઈ હતી. અંદાજે રૂા.૧૦૨૬૫૦૦૦ કિંમતની ચરસનો જથ્થો કબજે લઈ પોલીસે ભાવેશ ચાસીયાની અને તેની સાથે રહેલા કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત કરી છે. તે ઉપરાંત રૂા.૭૦ હજારનું બાઈક પણ ઝબ્બે લેવામાં આવ્યું છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial