Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં મોટરસાયકલના શોરૂમમાં ટેબલમાંથી ચોરાઈ ગયા રૂા.૧.૯૨ લાખ

બે ટેબલના ખાનામાંથી રકમ તફડાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામજોધપુર શહેરના ગીંગણી રોડ પર આવેલા હોન્ડા મોટરસાયકલના શોરૂમમાં ગયા બુધવારની રાત્રે ચોરી થઈ છે. કોઈ તસ્કર શોરૂમના સર્વિસ રૂમના ટેબલના ખાના તેમજ ઓફિસના ટેબલના ખાનામાંથી કુલ રૂા.૧,૯૨,૦૦૦ તફડાવી ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામજોધપુર શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં વસવાટ કરતા અને જામજોધપુરના ગીંગણી રોડ પર શુભ હોન્ડા નામનો મોટરસાયકલનો શોરૂમ ચલાવતા રાકેશભાઈ ચંદુલાલ ઝાલાવડીયાના શોરૂમમાં બુધવારની સવારથી ગુરૂવારની સવાર સુધીમાં ચોરી થઈ છે.

આ આસામીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના શુભ હોન્ડા નામના શોરૂમમાં રાત્રિના સમયે કોઈપણ રીતે ઘૂસી ગયેલા તસ્કરોએ ઓફિસના ટેબલનું ખાનુ ખોલી નાખી તેમાંથી રૂા.૧,૩૨,૫૦૦ રોકડા તેમજ સર્વિસ માટે રાખવામાં આવેલા ઓરડામાં પડેલા ટેબલના ખાનામાંથી રૂા.૫૯,૫૦૦ રોકડા ઉઠાવી લીધા છે. કુલ રૂા.૧ લાખ ૯૨ હજારની રોકડ તફડાવી લઈ તસ્કરે પોબારા ભણી લીધા હતા. પીએસઆઈ એચ.બી. વડાવીયાએ બીએનએસની કલમ ૩૦૫, ૩૩૧ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh