Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢના વડાલમાં યોજાયેલ યોગ પ્રશિક્ષણ કેમ્પમાં જામનગરના ૩૮ યોગ ટ્રેનરો જોડાયા

યોગ, પ્રાણાયામ અને આધ્યાત્મિક જીવનશૈલીનું માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જૂનાગઢ જિલ્લાના વડાલમાં આવેલ રિસોર્ટમાં તા. ૩૦ એપ્રિલથી ૨ મે દરમિયાન યોગ ટ્રેનર્સ માટે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા યોગ ટ્રેનર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જામનગર જિલ્લાના કુલ ૩૮ યોગ ટ્રેનરો પણ જોડાયા હતા.

ત્રણ દિવસ દરમિયાન યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, આધ્યાત્મિક જીવનશૈલી તથા યોગના શારીરિક અને માનસિક લાભો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા પ્રયોગાત્મક તાલીમ સાથે યોગના વ્યાપક પ્રસાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપસ્થિત ટ્રેનર્સે આ પ્રશિક્ષણને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક ગણાવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ યોગ ક્ષેત્રે કાર્યરત ટ્રેનર્સ માટે નવી ઊર્જા, પ્રેરણા અને સેવા ભાવના પ્રસ્થાપિત કરનાર સાબિત થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh