Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયાઃ સમાજ દ્વારા સરાહનીય પગલું:
જામનગર તા. ૨૩: ધ્રોલ પાસે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના રબારી પરિવારના સભ્યો જેમાં જઈ રહ્યા હતા તે મીની ટ્રક પલ્ટી મારી જતાં છ વ્યક્તિને ઈજા થઈ હતી. આ વાહનમાં ઉપરોક્ત પરિવારના ૧૮ સદસ્યો દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. ધ્રોલના ભરવાડ સમાજના દોડી આવેલા આગેવાનોએ પોતાના વાહનો મારફત ઈજાગ્રસ્તોને ખસેડવાની તજવીજ કરાવી હતી.
જામનગરથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીક આહિર કન્યા છાત્રાલય પાસેથી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીલાના રબારી પરિવારના સભ્યો છોટા હાથી જેવા મીની ટ્રકમાં દ્વારકા દર્શનાર્થે જવા રવાના થયા પછી ત્યાં પહોંચ્યા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં પરિવારના નાથીબેન, જીવણીબેન, જશુબેન, જમીનબેન, હેતલ કરશનભાઈ, અમરીબેન, સંસ્કાર રામજીભાઈ, રસીક આજાભાઈ સહિતના વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ તથા પોલીસ ટીમ ધસી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત ધ્રોલ દવાખાને અને ત્યાંથી જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની ઈજા ગંભીર ગણાવાઈ રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ દ્વારકાધીશના દર્શને જતાં આ પરિવારના મીની ટ્રકના ચાલકના કાબુ બહાર ગયેલુ આ વાહન આહિર કન્યા છાત્રાલય પાસે પલ્ટી મારી ગયું હતું જેમાં ૧૮થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમાંથી છને ઈજા થવા પામી હતી અને માર્ગમાં અકસ્માત થતાં દોડધામ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં ધ્રોલના ભરવાડ સમાજના આગેવાનો પણ દોડી ગયા હતા. તેઓએ પોતાના વાહનો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાના ઉપયોગમાં મૂકી દઈ માનવતાનું ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial