Advertisement
Author: નોબત સમાચાર

સાયચા ગેંગના ગુજસીટોક હેઠળના ગુન્હામાં ઝડપાયેલા છ આરોપીના એક સપ્તાહના રિમાન્ડ

એક આરોપીની શોધખોળ યથાવત્ રખાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના બેડી વિસ્તારની કુખ્યાત સાયચા ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી હાલમાં ઝડપાયેલા છ આરોપીના આઠ દિવસના રિમાન્ડ રાજકોટ સ્થિત ખાસ ગુજસીટોક કોર્ટે મંજૂર કર્યા છે. અપહરણ, ખંડણી, હત્યા, હત્યા પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ જેવા ભારે ગુન્હા સહિત પોણોસો જેટલા ગુન્હા આચરનાર આ ટોળકીના એક શખ્સની શોધ કરાઈ રહી છે.

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત બનેલી સાયચા ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધ્યા પછી કુલ અગિયાર આરોપીમાંથી ગુલાબ જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, અસગર જુસબ સાયચા, હનીફ નુરમામદ સાયચા, ઈમ્તિયાઝ નુરમામદ સાયચા અને રઝાક દાઉદ ચાવડા ઉર્ફે રઝાક સોપારીની ધરપકડ કરી હતી.

આ ગેંગના કુલ અગિયાર સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાંથી ઉપરોક્ત છ આરોપીની ધરપકડ કરાઈ છે. એક આરોપીના સગડ દબાવાઈ રહ્યા છે અને ચાર આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ કરવામાં આવશે. હાલમાં ઝડપાયેલા છ આરોપીને રિમાન્ડની માગણી માટે ગુજસીટોકની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આ શખ્સોના એક સપ્તાહના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તા.ર૯ની મે સુધી મળેલી રિમાન્ડની મુદ્દત દરમિયાન આ ગેંગ વિરૂદ્ધના પુરાવાઓ એકઠા કરવા પ્રયાસો શરૂ કર્યા છે.

આ ગેંગ દ્વારા દ્વારા જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ વર્ષાેથી સંગઠિત રીતે ગુન્હાઓ આચરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. આ ટોળકીના સદસ્યો સામે જુદા જુદા સમયે ૭૪ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હત્યા, હત્યા પ્રયાસ, અપહરણ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ, ફાયરીંગ સહિતના ભારે ગુન્હાઓનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh