Advertisement
Author: નોબત સમાચાર

અનુશાસનનો માર્ગઃ ટ્રાફિક નિયમોના ભંગ, દંડ અને કાયદાકીય પ્રક્રિયાઓ

                                                                                                                                                                                                      

ભારત દેશની જેમ ગુજરાત રાજ્યમાં પણ માર્ગ સલામતી માટે અનેક ટ્રાફિક નિયમો રચવામાં આવ્યા છે. રસ્તા પર નિયમિત વાહનચાલન ન હોય તો તે માત્ર ગેરવ્યવસ્થાને જ નહીં પણ ગંભીર જાનહાનિનું કારણ બની શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ કોઈ સૂચન નથી પણ કાયદેસર ફરજ છે, અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદો સખ્તીથી પગલાં લે છે. આ લેખમાં ટ્રાફિક ભંગના કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં દરેક પગલાની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે.

ટ્રાફિક નિયમો શું છે અને કોણે બનાવ્યા છે?

ટ્રાફિક નિયમોનો ઉદ્દેશ્ય રોડ સુરક્ષા, વાહન વ્યવહારનો વહેવાર અને જાહેર વ્યવસ્થા જાળવવાનો છે. ભારતમાં મુખ્યત્વે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ અને તેમાં વર્ષ ૨૦૧૯ના સુધારાઓ દ્વારા ટ્રાફિક સંબંધી કાયદાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ કાયદાનું અમલ રાજ્ય સરકારો કરે છે અને પોલીસ વિભાગ ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા તેનો અમલ થાય છે.

ટ્રાફિક ભંગ થાય ત્યારે શું થાય?

જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન કરે છે, ત્યારે ટ્રાફિક પોલીસ અધિકારી તેને ચલાણ ફટકારે છે. જેને સામાન્ય ભાષામાં *મેમો* પણ કહે છે. આ ચલાણ કાયદેસર દંડનામું છે, જે દંડની રકમ, ભંગના પ્રકાર અને જરૂરી કાયદા મુજબ તૈયાર થાય છે. હવે ચલાણ ડિજિટલ પણ બને છે અને જીસ્જી અથવા ઇમેઇલ મારફતે પણ આપવામાં આવે છેે ચલાણ મળ્યા બાદ વ્યક્તિએ દંડ ભરવો ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવા માટે અસીકાર કરે અથવા ભંગ ગંભીર હોય, તો વાહન જપ્ત પણ કરી શકાય છે.

ટ્રાફિક પોલીસને શું અધિકારો છે?

૧.    ભંગ કરનારને અટકાવવાનો અધિકાર

૨.    ચલાણ ફટકારવાનો અધિકાર

૩.    વાહનના દસ્તાવેજો તપાસવાનો અધિકાર

૪.    નિયમોનું ઉલ્લંઘન થયેલ હોય તો વાહન જપ્ત કરવાનો અધિકાર

૫.    અભદ્રતા કે વિરોધ હોય તો ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધવાનો અધિકાર

આ અધિકારોનું અમલ *ટ્રાફિક પોલીસ* દ્વારા થાય છે જે સામાન્ય પોલીસથી અલગ વિભાગ છે, પરંતુ કાયદો તેમને સીમિત હદમાં અડધીબધી કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. નાગરિકના હકો  ટ્રાફિક કાયદાના પરિપ્રેક્ષ્યમાં એક કાયદેસર સુરક્ષા જ્યારે ટ્રાફિક ભંગના આક્ષેપ હેઠળ નાગરિક સામે કાર્યવાહી થાય છે, ત્યારે તે સંપૂર્ણપણે કાયદાની સીંમાઓમાં થવી આવશ્યક છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને ન્યાયસંગત પ્રક્રિયાનો અધિકાર આપે છે અને એ દૃષ્ટિએ નીચેના હકો અત્યંત મહત્વના છેઃ

૧. ફક્ત અધિકૃત અધિકારી જ ચલાણ ફટકારી શકે

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ, ફક્ત ટ્રાફિક વિભાગના સત્તાવાર અધિકારી કે જે ચોક્કસ દરજજો ધરાવે છે (જેમ કે એએસઆઈ, એસઆઈ, પીઆઈ), તે જ વ્યક્તિ ચલાણ ફટકારી શકે છે. કોઇપણ સામાન્ય પોલીસ કર્મચારી કે હોમગાર્ડ આ દંડ ફટકારી શકતા નથી.

૨. અધિકારીએ પોતાનું નામ, ઓળખ અને બેડજ નંબર જાહેર કરવો ફરજિયાત

દંડ ફટકારતી વખતે અધિકારીએ પોતાનું સંપૂર્ણ નામ, બેડજ નંબર અને કચેરીનું નામ/સ્ટેશન જાહેર કરવું ફરજિયાત છે. આ માહિતી તમને રસીદ પર કે તે અધિકારીના યુનિફોર્મ પર દેખાવું આવશ્યક છે. જો તેઓ આપતા નથી, તો તમે તેમના પર ફરિયાદ નોંધાવી શકો છો.

૩. ફોટો અને પુરાવા વગર તમારે દંડ સ્વીકારવો ફરજિયાત નથી

ઇ-ચલાણ અથવા ડ્રાઇવિંગ ભંગ માટે આધારરૂપ પુરાવા (જેમ કે ફોટોગ્રાફ, સી.સી.ટી.વી. ફૂટેજ) વગર દંડ ફટકારવો કાયદેસર માનવામાં આવતો નથી. જો તમને એવો ચલાણ મળે છે જેના સાથે કોઇ પણ પ્રકારનો દૃશ્ય પુરાવો જોડાયેલો નથી, તો તમારે તત્કાળ દંડ ભરવો ફરજિયાત નથી. તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો.

૪. મોટો દંડ કે લાઇસન્સ રદ કરાવવી ફક્ત કોર્ટ દ્વારા જ શક્ય છે

જો ટ્રાફિક ભંગ ગંભીર પ્રકારનો છે (જેમ કે ડ્રંક એન્ડ ડ્રાઇવ, જાનહાનિનું કારણ બનવું), તો લાઇસન્સ સસ્પેન્ડ કરવું કે રદ કરવું એ માત્ર ટ્રાફિક કોર્ટ અથવા આર.ટી.ઓ. દ્વારા નક્કી કરાયેલ કાયદેસર પ્રક્રિયા અંતર્ગત જ કરી શકાય છે. પોલીસ અધિકારી સ્વમણે એવું નથી કરી શકતો.

૫. અધિકારીઓના અન્યાયી વર્તન સામે ફરિયાદ કરવાનો હક્ક

જો પોલીસ અધિકારી ધમકી આપે, અયોગ્ય વર્તન કરે, દંડમાં ગેરવિહાર કરે, કે અણઉચિત રીતે વાહન જપ્ત કરે, તો નાગરિક પાસે નીચેના કાયદેસર વિકલ્પો છેઃ

* ટ્રાફિક ડી.સી.પી. /એસ.પી સમક્ષ લેખિત ફરિયાદ આર.ટી.આઈ. દાખલ કરીને કાર્યવાહીનો વિગતો માંગવી.

*મહાનિર્દેશક પોલીસ અથવા તટસ્થ અધિકારી સમક્ષ ઓનલાઇન ફરિયાદ.

*હાઇકોર્ટમાં રીટ અરજી  ફંડામેન્ટલ રાઇટ્સના ભંગ માટે.

કાયદો નાગરિકને ડરાવવાનો સાધન નથી, પરંતુ તેમને સુરક્ષિત રાખવાનો સાધન છે. જો તમે ટ્રાફિક ભંગ કરો છો તો તેની કાયદેસર કાર્યવાહી હોવી જોઈએ  પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ અધિકારી મનમાની અથવા ગેરકાયદેસર રીતે તમારૃં શોષણ કરી શકે.

વાહન જપ્ત કરી શકાય છે?

હા, જો વાહન ચલાવનાર પાસે માન્ય લાઇસન્સ, ઇઝ્ર, પોલ્યુશન સાટિફિકેટ, ઇન્સ્યોરન્સ વગેરે ન હોય, તો મોટર વાહન અધિનિયમની કલમ ૨૦૭  હેઠળ પોલીસ વાહન જપ્ત કરી શકે છે. પણ તેની રસીદ આપવી અને પંચનામું કરવું ફરજિયાત છે અને વાહન પાછું લેવા માટે ટ્રાફિક કોર્ટમાં અરજી કરી શકાય છે.

ટ્રાફિક ગુનાની ટ્રાયલ કેવી રીતે ચાલે છે?

જો કોઈ ટ્રાફિક ગુનો બિલકુલ સામાન્ય હોય (જેમ કે હેલ્મેટ વગર ચાલવું), તો દંડ ભરવાથી કેસ પૂરો થાય છે. પરંતુ જો ગુનો ગંભીર હોયઃ

૧.    પોલીસ ગુનાની હ્લૈંઇ નોંધે છે

૨.    તપાસ કર્યા બાદ ચારજશીટ ફાઇલ થાય છે

૩.    કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચલાવવામાં આવે છે

૪.    આરોપી સામે ટ્રાયલ થાય છે અને ગુનો સાબિત થાય તો દંડ અથવા જેલ થઈ શકે છે

જો ગુનો જાનમાલના નુકશાનના સ્તરે હોય તો પીડિત વ્યક્તિ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ સમક્ષ વળતરની અરજી પણ કરી શકે છે.

અંતે  વાહન ચલાવવી એટલે જવાબદારી વહન કરવી

રસ્તા પર તમારું એક ચૂકાયેલ પગલું કોઈના જીવન માટે ઘાતક બની શકે છે. વાહન ચલાવતી વખતે દરેક નાની વાતનું ધ્યાન રાખવું એ માત્ર નૈતિક નહિ, કાયદાકીય ફરજ પણ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણે આપણી માટે નહિ, પરંતુ સમગ્ર સમાજ માટે કરવાનું કાર્ય છે.

કાયદો સહજ છે, જો આપણે જાગૃત નાગરિક બનીએ તો.

 

- ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh