Advertisement
Author: નોબત સમાચાર

દસ દિ'માં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં ચારથી પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો

આજે પેટ્રોલ લિટરે ૮૭ પૈસા અને ડીઝલ ૯૧ પૈસા મોંઘુઃ સીએનજીમાં પ્રતિકિલો રૂા. ૧ નો વધારોઃ ચાલુ મહિનામાં જ ભાવ વધારાની હેટ્રીક

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: આજે પણ પેટ્રોલમાં લીટર ૮૭ પૈસા અને ડીઝલમાં લીટરે ૯૧ પૈસાનો ભાવ વધારો ઝીંકી દેવાયો છે, તો સીએનજી ભાવ પણ પ્રતિકલે ૧ રૂપિયો વધી જતા જનતા પર જાણે મોંઘવારીની ચાબુક વિંઝાઈ હોય, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો સરકારે બિનજરૂરી ખરીદી નહીં કરવા ફરીથી અપીલ કરી છે.

આજે સવારે તેલ કંપનીઓઅ ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ૮૭ પૈસા પ્રતિલીટર અન ડીઝલના ભાવમાં ૯૧ ૫ૈસા પ્રતિલીટરનો વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પણ વધુ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લા ૧૦ દિવસમાં ઈંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં કુલ ૪ થી પ રૂપિયાનો વધારો થયો છે. મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.

નવા વધારા પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂા. ૯૯.પ૧ થયો છે, જ્યારે ડીઝલ રૂા. ૯ર.૪૯ માં વેંચાઈ રહ્યું છે. ગઈકાલે રૂા. ૮૦.૦૯ પ્રતિકિલોગ્રામમાં મળતો સીએનજી હવે રૂા. ૮૧.૦૯ થયો છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અનેક મોટા શહેરોમાં ઈંધણના ભાવ પણ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા ૧૦ દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે પાંચ રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે.

આ અગાઉ ૧પ મે ના પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે ૩-૩ રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી ૧૯ મે ના ફરી પેટ્રોલ ૮૭ પૈસા અને ડીઝલ ૯૧ પૈસા મોંઘુ થયું હતું. હવે શનિવારના વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૭ પૈસા વધીને રૂા. ૯૮.૬૪ થી વધીને રૂા. ૯૯.પ૧ પ્રતિલીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત ૯૧ પૈસા વધીને રૂા. ૯૧.પ૮ થી રૂા. ૯ર.૪૯ પ્રતિલીટર પર પહોંચી ગઈ છે.

દેશમાં ઈંધણની વધતી કિંમતો અન સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચેે કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી .પલબ્ધતા છેે અને સપ્લાય ચઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે. પેનિક બાઈંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવા) થી બચે.'

મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.

કંપનીઓએ શનિવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા પછી તુરંત જ સીએનજીની કિંમતોમાં પણ પ્રતિકિલો ૧ રૂપિયાનો વધારો કરી દેતા આ ભાવ વધારા પછી સામાન્ય લોકોના બજેટ ખોરવાયા છે અને હવે મોંઘવારીની ચાબુક વિંજાતી હોય તેવી અનુભૂતિ સાથે લોકો તીવ્રશ પ્રત્યાઘાતો આપી રહ્યા છે.

અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજીનેે એક સસ્તો અન કિફાયતી વિકલ્પ માનવામાં આવતો હતો, પરતુ સતત વધતા ભાવના કારણે હવે આ વિકલ્પ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે. આ વધારાની સૌથી મોટી અસર રોજબરોજ કાર, બાઈક, ઓટો કે ટેક્સી દ્વારા મુસાફરી કરતા મધ્યમ વર્ગ પર પડશે. આ ઉપરાંત કોમર્શિયલ વાહનો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે, જે મોંઘવારીમાં વધુ વિસ્ફોટ કરશે, તેથી સામાન્ય જનતામાં આક્રોશ છે.

જામનગરમાં ડીઝલ ૯૪ પૈસા અને પેટ્રોલમાં ૮૬ પૈસાનો વધારો

ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા ફરી એક વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા દસ દિવસમાં આશરે પોણાચાંચ રૂપિયાથી વધુનો ભાવ વધારો થઈ ચૂક્યો છે. ઈરાન-અમેરિકા વચ્ચ સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય બજારમાં જોવા મળી રહી છે. ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા છેલ્લા એક પખવાડિયામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

આજે પ્રતિલીટર પટ્રોલમાં ૮૬ પૈસા અને ડીઝલમાં ૯૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આમ જામનગરમાં આજે નવા ભાવ મુજબ પેટ્રોલનો ભાવ રૂા. ૯૯.ર૦ અને ડીઝલનો ભાવ રૂા. ૯પ.૧૧ નો થયો છે.

પહેલા બન્નેમાં લગભગ ત્રણ-ત્રણ રૂપિયા આ પછી ગત્ મંગળવારે પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૩ પૈસા તેમજ આજે પેટ્રોલમાં ૮૬ પૈસા અને ડીઝલમાં ૯૪ પૈસાનો વધારો થયો છે. આમ છેલ્લા એક પખવાડિયામાં આશરે પોણાપાંચ રૂપિયાથી વધુનો ભાવ વધારો થઈ ચૂક્યો છે. જેની સીધી અસર પરિવહન ઉપર જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh