Advertisement
Author: નોબત સમાચાર

મધ્યપ્રદેશની લૂંટમાં સંડોવાયેલા શખ્સ ગોરખડી ગામમાંથી ઝબ્બે

પેરોલ ફર્લો ટીમે કરી અટકાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં રાણાપર ગામમાં નોંધાયેલા લૂંટના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા શખ્સને જામનગર પેરોલ ફર્લો ટીમે જામજોધપુરના ગોરખડી ગામમાંથી દબોચી લીધો છે.

મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપર પોલીસ મથકમાં ચાલુ વર્ષે લૂંટનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં રાણાપર તાલુકાના સુથીયા જાલમ ગામના મુકેશ રમણભાઈ મોહનીયા નામના શખ્સનું નામ ઉપસી આવ્યું હતું.

આ શખ્સ હાલમાં જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં રહેતો હોવાની બાતમી મળતા ગઈકાલે પેરોલ ફર્લો સ્કવોડ ત્યાં ધસી ગઈ હતી. જ્યાંથી મુકેશ રમણભાઈ મળી આવતા તેની અટકાયત કરી રાણાપર પોલીસને તેનો કબજો સોંપી આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh