Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાંથી કેફી પીણાંની ૮૬૪ બોટલ સાથે એક શખ્સની અટકાયત

રૃપિયા સવા લાખ ઉપરાંતની બોટલ કરાઈ કબજેઃ

જામનગર તા.૨૮ ઃ કાલાવડના સિનેમા રોડ પર એક મકાનમાંથી પોલીસે કેફી પીણાંની ૮૬૪ બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી છે.

કાલાવડના સિનેમા રોડ પર આવેલા ભારત પેટ્રોલપંપ પાછળ એક શખ્સ નશાકારક કેફી પીણાંનું વેચાણ કરતો હોવાની બાતમી ગઈકાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. વડાવીયા તથા પો.કો. નવલભાઈ આશાણીને મળતા પોલીસે પેટ્રોલપંપ પાછળ ચંદ્રનીલય નામના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી કાલમેઘશ્વ આસવ અરિષ્ઠાની ૨૯૫ બોટલ તથા સ્ટોનસ્વ આસવ અરિષ્ઠાની ૫૬૯ બોટલ સાથે નિર્મળસિંહ દિલાવરસિંહ જાડેજા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૃા.૧,૨૯,૩૦૫ની કિંમતની ૮૬૪ બોટલ કબજે કરી આ શખ્સની અટકાયત કરી છે. હર્બલ ટોનિકના નામથી વેચાતી આ પીણાંની બોટલનો નમૂનો પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh