Advertisement
Author: નોબત સમાચાર

ચીનને પછાડીને ભારત વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતું દ્વિતીય ક્રમનું રાષ્ટ્ર બન્યુંઃ

નવ વર્ષમાં ભારતે રોડ ક્ષેત્રે પ૯ ટકા વૃદ્ધિ હાંસલ કરીઃ

નવી દિલ્હી તા. ર૮ઃ ભારત ચીનને પછાડીને વિશ્વનું સૌથી વધુ રોઢ નેટવર્ક ધરાવતું રાષ્ટ્ર બન્યું છે. ભારતે નવ વર્ષમાં રોડ વિસ્તારમાં પ૯ ટકા વૃદ્ધી હાંસલ કરી હોવાનો દાવો પણ કેન્દ્રિય રોડ મંત્રી નીતિન ગડકરીએ કર્યો છે.

ભારતનું રોડ નેટવર્ક છેલ્લા નવ વર્ષમાં પ૯ ટકા વૃદ્ધિ સાથે વિશ્વનું બીજુ સૌથી મોટું રોડ નેટવર્ક બન્યું હોવાનું કેન્દ્રિય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતું.

રાજધાની દિલ્હીમાં 'મોદી સરકાર ૯ વર્ષ' વિષય પર એક કોન્ફરન્સને સંબોધતા ગડકરીએ એમ પણ કહ્યું કે ભારત કુલ ૬૪ લાખ કિ.મી.નું રોડ નેટવર્ક ધરાવે છે, જે અમેરિકા પછી વિશ્વમાં બીજુ સૌથી મોટું રોડ નેટવર્ક છે.

દેશમાં હાલ કુલ ૧,૪પ,ર૪૦ કિ.મી.નું નેશનલ હાઈ-વે નેટવર્ક છે. જે ર૦૧૩-૧૪ માં ૯૧,ર૮૭ કિ.મી. હતું. ગડકરીએ ઉમેર્યું હતું કે છેલ્લા ૯ વર્ષમાં ભારતે રોડ નેટવર્ક ક્ષેત્રે ૭ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા છે. ટોલ ચાર્જની આવક પણ ર૦૧૩-૧૪ માં ૪,૭૭૦ કરોડ રૃપિયા હતી, જે વધીને ૪૧,૩૪ર કરોડ રૃપિયા સુધી પહોંચી છે. ર૦૩૦ સુધીમાં ટોલ રેવન્યુ વધારીને ૧.૩૦ લાખ કરોડ રૃપિયાની કરવાનું સરકારનું લક્ષ્ય છે.

ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝાઓ પર વેઈટીંગ ટાઈમ ઘટીને ૪૭ સેકન્ડનો થઈ ગયો છે, જેને હજુ ઘટાડીને ૩૦ સેકન્ડથી નીચે લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. દેશભરમાં હાઈટેક હાઈવેઝનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. હાઈ-વે પર અકસ્માતો રોકવા અને બ્લેક સ્પોટ દૂર કરવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલય સતત શ્રમ કરી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વર્ષ ર૦૧૪ માં દેશમાં રોજ સરેરાશ ૧૧.૬ કિ.મી. હાઈ-વે બનતા હતાં જ્યારે હવે રોજ સરેરાશ ૪૧ કિ.મી. હાઈ-વે બની રહ્યા છે. નવા હાઈ-વેના નિર્માણમાં વૃક્ષછેદન પણ ઓછામાં ઓછું થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. દેશભરમાં હાઈ-વે નિર્માણમાં ૬૮ હજાર વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે જ્યારે ૩ કરોડથી વધુ નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે, તેવો દાવો પણ તેમણે કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh