Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવારે સેન્સેક્સ ૬૩,૬૦૦ પોઈન્ટની નજીક હતોઃ
મુંબઈ તા. ર૮ઃ આજે શેરબજાર ઐતિહાસિક ઊંચાઈને આંબી ગયું હતું અને સવારે નિફ્ટી ૧૮,૮૮૭ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચતા નવો વિક્રમ સ્થાપિત થયો હતો. સવારે દસના સુમારે સેન્સેક્સ પણ ૬૩,૬૦૦ પોઈન્ટની નજીક હતો.
ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી પ૦) એ તેના જુના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. આજે નિફ્ટી પ્રિ-ઓપનમાં ૧૮,૯૦૦ ની ઉપર ખુલ્યો હતો. આ અગાઉ નિફ્ટી ૧૮,૮૮૭.૬૦ પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ હતો. નિફ્ટીએ ૧૪ર સેશન પછી આ ઈતિહાસ રચ્યો છે.
નિફ્ટીએ આ અગાઉ પોતાનો ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭ પોઈન્ટ ઓક્ટોબર ર૦ર૧ માં બનાવ્યો હતો. છેલ્લા કેટલાક સેશનથી નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ આજે નિફ્ટીએ અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.
આ દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. હાલમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યું છે. સવારે ૯-૪૦ વાગ્યે સેન્સેક્સ ૬૩,૬૦૦ પોઈન્ટની નજીક હતો, જ્યારે નિફ્ટી ૧૮,૯૦૦ ની આસપાસ રહ્યો છે. આ દરમિયાન નિફ્ટી-પ૦ માં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં તેજી જોવા મળી રહી છે.
આ સિવાય ટાઈટન, જેએસડબલ્યુ સ્ટીલ અને બજાજ ફાઈનાન્સના શેર પણ દોઢ ટકા સુધી મજબૂત છે, જો કે ખાનગી બેંકોના શેરમાં મામુલી દબાણ જોવા મળી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે, આગામી સમયમાં નિફ્ટીનો ટ્રેન્ડ મજબૂત નજર આવી રહ્યો છે. આ સાથે જ ગ્લોબલ માર્કેટથી આવી રહેલા પોઝિટિવ સંકેતોએ નિફ્ટીમાં તાકાત ભરી છે. જનેા સહારે તેણે ઐતિહાસિક ઊંચાઈ પ્રાપ્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial