Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં વાવાઝોડાના પ્રકોપમાં અસંખ્ય વૃક્ષોનું નિકંદનઃ
બિપોરજોય વાવાઝોડાના પ્રકોપમાં દ્વારકા શહેરના લગભગ તમામ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. ભારે પવનના કારણે વર્ષો જુના વૃક્ષો જડમૂળથી ઉખડી પડ્યા હતાં. દ્વારકા નગરી લીલાછમ વૃક્ષોથી સુંદર લાગતી હતી તે હવે વૃક્ષો વગર વેરાન દેખાઈ રહી છે.
દ્વારકાના ગાયત્રી બીચ, ભડકેશ્વર બીચ તથા હાઈ-વે માર્ગો અને નગરના સુશોભિત વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસનો માર્ગ, અદાલતોનો માર્ગ, નગરના મુખ્ય પ્રવેશદ્વારો, ઈસ્કોન અને રબારીના પ્રવેશદ્વારો આસપાસ તથા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર રોડ, ભદ્રકાલી મંદિર રોડ, સહિતના તમામ વિસ્તારોમાં વૃક્ષો ખારાશયુક્ત પવનને કારણે નાશ પામ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા દ્વારકા શહેરમાં વૃક્ષોનું નિકંદન થઈ ગયું છે તે પણ ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. ૮૦ થી ૧૦૦ જેટલા વૃક્ષો જેમાં પીપળો, લીમડો, વડલો અને બોરડી જેવા વૃક્ષો નાશ પામ્યા છે. આ વૃક્ષો નાશ થઈ જવાથી દ્વારકા નગરીનું સુશોભન નેસ્ત નાબૂદ થઈ ગયું હોય તેવું જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જે વૃક્ષો ઉપરથી પાંદડાઓ ખરી ગયા છે અને સૂકાઈ ગયા છે તેમાં સમયાંતરે વૃક્ષો ફરીથી જીવંત થવાની શક્યતાઓ છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, દ્વારકા નગરપાલિકા દ્વારા શહેરમાં એકાદ વર્ષ પહેલા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા માટે રાજકોટની સદ્ભાવના નામની સંસ્થાને જવાબદારી સોંપવામાં આવી હતી. આ વૃક્ષો સમય સાથે ઊડાન કરી રહ્યા હતાં, ત્યારે જ વાવાઝોડાએ આવા વૃક્ષોને પણ થોડી ઘણી અસર કરી હતી. આ સંસ્થાએ ફરીથી આ વૃક્ષોને જતન કરવા માટેની કામગીરી શરૃ કરી દીધી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર નિશિત ઉદય તથા સેનેટરી ઈન્સ્પેક્ટર સંજય દત્તાણી તથા કર્મચારીઓ પણ વૃક્ષોને જતન માટે અને જમીનદોસ્ત થઈ ગયેલા વૃક્ષોને દૂર કરવા માટે છેલ્લા બાર દિવસથી સતત કાર્યરત છે. (દ્વારકાના સર્કિટ હાઉસ માર્ગ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી બીચ, રેલવે સ્ટેશન રોડ વિસ્તારની તસ્વીરો)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial