Advertisement
Author: નોબત સમાચાર

જાલિયા દેવાણી પંથકમાં બે, ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા ર૪ કલાકમાં હાલારમાં બફારા-ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણઃ અન્યત્ર હળવા ઝાપટા

જામનગર તા. ર૮ઃ હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં એક માત્ર ખંભાળિયા તાલુકામાં દોઢેક ઈંચ જેટવો વરસાદ પડ્યો હતો. બાકી વાદળછાયા વાતાવરણમાં બફારો-ગરમી વચ્ચે મેઘરાજા વરસ્યા ન હતાં.

જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં લાખાબાવળ, મોટી ભલસાણ, દરેડ, જોડિયા તાલુકામાં હડિયાણા, બાલંભા, ધ્રોળ તાલુકાના જાલિયા દેવાણી, લાલપુર તાલુકામાં પીપરટોડામાં અડધાથી બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ જાલિયા દેવાણી પંથકમાં પ૪ મી.મી. (બે ઈંચ) જેવો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં અન્ય તાલુકાઓ-ગ્રામ્ય વિસ્તારોમાં છાટા અને હળવા ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે.

ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક માત્ર ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો, જેમાં ખંભાળિયા શહેરમાં માત્ર વીસ મિનિટમાં સવા ઈંચ ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો-માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતાં.

ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંઝલપર, ભાડથર, ધરમપુર, હર્ષદપુર, હરિપુર, સિંહણ, સખપર, કંચનપુર વગેરે ગામોમાં એકથી દોઢ ઈંચ જેવો વ્યાપક વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડની નકટી નદીમાં એક મોટરકાર ખાબકી હોવાનું પણ જાણવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય ત્રણેય તાલુકાઓમાં વરસાદી વાતાવરણ હતું, પણ વરસાદ પડ્યો ન હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર બે કલાકે વરસાદના આંકડા આપવાની કાર્યવાહી જિલ્લા કલેક્ટરની સૂચનાથી શરૃ કરી દેવામાં આવી છે.

જામનગર જિલ્લાના ચાર ડેમ એલર્ટ પર

જામનગર જિલ્લાના સપડા, કંકાવટી, રૃપારેલ તથા સસોઈ-ર ડેમમાં ૮૦ થી ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થઈ જવાથી આ ચારેય ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં સપડા ડેમ બે દિવસ સુધી ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં પાણીની નજીવી આવક નોંધાઈ છે. રણજીતસાગર ડેમની સપાટી ૧૯.પ ફૂટે પહોંચી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh