Advertisement
Author: નોબત સમાચાર

'બિપોરજોય'થી કાલાવડ તાલુકાને થયેલા નુક્સાન તથા તંત્રની કામગીરીની કરી સમીક્ષા

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે

જામનગર તા. ર૮ઃ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે બિપોરજોય વાવાઝોડા પછીની કાલાવડ તાલુકાની સ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી. કાલાડ ટાઉનહોલમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો પાસેથી વાવાઝોડા પછીની કામગીરી અંગે માહિતી મેળવી હતી. લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો ત્વરિત ઉકેલ લાવવા તેમણે તંત્રને તાકીદ કરી હતી.

રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલે બિપોરજોય વાવાઝોડા પછીની કાલાવડ તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં પીજીવીસીએલના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, આગેવાનો અને તંત્ર દ્વારા વાવાઝોડા પછી કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી જરૃરી સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના ખતરાના પરિણામે સરકાર દ્વારા આગોતરૃ આયોજન કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને કેન્દ્રના મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમજ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાલાવડ તાલુકામાં ૧૪૯૭ લોકોનું સ્થળાંતર કરાયું હતું જેમાંથી મોટાભાગના લોકોને કેશડોલ ચૂકવવામાં આવ્યા છે. છ જેટલા કાચા મકાનોને નુક્સાન થયા તે લોકોને પણ સહાય ચૂકવી દેવામાં આવી છે. ભારે પવનના પરિણામે વીજ વાયરો અને વીજ થાંભલાઓ તૂટી જવાના લીધે વીજળીની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને વીજળીને લગતા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. સરાર દ્વારા જામનગર જિલ્લામાં પણ બહારથી પીજીવીસીએલની ટીમો ફાળવવામાં આવી છે. જેથી કરીને લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી શકે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંપર્કમાં રહીને વાવાઝોડાની પળેપળની માહિતી મેળવી સૂચનો કર્યા હતાં. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીના પરિણામે વાવાઝોડાના પરિણામે અક પણ માનવ મૃત્યુ થયું નથી અને ઝીરો કેઝ્યુલિટીનો ધ્યેય સાચા અર્થમાં સાબિત થયો છે, તે બદલ વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાલાવડ તાલુકામાં વાવાઝોડાના પરિણામે લોકોની સમસ્યાઓનું નિવારણ લાવી શકાય તે માટે મંત્રીએ લોકોની રજૂઆતોનો સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં બાંધકામ સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણી, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભઈ ડાંગરિયા, કાલાવડ શહેર પ્રમુખ હસમુખભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા, નરવીજયસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ગોહેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પ્રોબેશનલ આઈ.એ.એસ. પ્રણવ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh