Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પુત્ર-પિતા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હોઃ
જામનગર તા.૨૮ ઃ ખંભાળિયાના કોટા ગામના એક વૃદ્ધની ખેતીની જમીન પચાવી પાડવા ખંભાળિયાના શક્તિનગરના ત્રણ પુત્ર-પિતાએ કારસો રચ્યાની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ખંભાળિયા તાલુકાના કોટા ગામના લાલજીભાઈ રૃડાભાઈ પરમાર (ઉ.વ.૬૭) નામના સતવારા વૃદ્ધે ત્રણ વર્ષ પહેલા એક આસામી પાસેથી ચૌદ વીઘા જેટલી ખેતીની જમીન કોટા ગામમાં જ વેચાતી લીધી હતી. તેનો દસ્તાવેજ પણ બનાવી અપાયો હતો.
ત્યારપછી અંદાજે પોણા કરોડની કિંમતની આ જમીનમાં શક્તિનગર વિસ્તારમાં રહેતા દેવુ ખીમા રૃડાચ અને તેના પુત્ર વેરશી તથા ભાવેશે આ જગ્યા પડાવી લેવાના આશયથી કબજો જમાવ્યો હતો અને તે જગ્યાના રૃા.૪૫ લાખ આપી દેવાની તૈયારી બતાવી ત્રણેય પુત્ર-પિતાએ ભાવેશના નામનો દસ્તાવેજ કરાવવા ડ્રાફ્ટ પણ તૈયાર કરાવ્યો હતો.
તે પછી જમીનના ૭/૧૨ અને ૮/અ ના કાગળમાં લાલજીભાઈનું નામ ન આવતા તે દસ્તાવેજ રજીસ્ટર થયો ન હતો અને લાલજીભાઈ પાસેથી પિતા-પુત્રએ પૈસા પાછા લઈ લીધા હતા અને દસ્તાવેજનો ડ્રાફ્ટ રાખી લીધો હતો તે પછી આ જમીનમાં ખેતી કરી ઉપજ મેળવવાનું શરૃ કરાતા આખરે લાલજીભાઈએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દેવુ રૃડાચ તેના પુત્ર વેરશી અને ભાવેશ રૃડાચ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial