Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૫ લાખના બે ચેક પરતના કેસમાં નીચેની કોર્ટનો સજાનો હુકમ યથાવત્

બે-બે વર્ષની કેદનો થયો હતો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના જીઆઈડીસી ફેસ-રમાં વ્યાપાર કરતા વેપારીને રૂ।.પ લાખના બે ચેક પરત ફર્યાના બે કેસમાં બે-બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનું વળતરનો આદેશ કરાયો હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત્ રાખવામાં આવ્યો છે.

જામનગરના જીઆઈડીસી દરેડ ફેસ-રમાં પ્લોટ નં.૬ર૭માં ઋષભ નામની પેઢી ચલાવતા કૃષ્ણકાંત અજુડીયાએ રૂ।.૧૦ લાખ સંબંધદાવે સંજય ભાનુશાળી પાસેથી હાથઉછીના લીધા હતા અને રૂ।.પ લાખના બે ચેક આપ્યા હતા.

તે ચેક બેંકમાંથી પરત ફરતા સંજયભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદ તથા ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત્ રહ્યો છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh