Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ પાસે મોટર સાથે ટેન્કર ટકરાઈ પડ્યું:
જામનગર તા. ૨૩: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બુધવારની સાંજે આઈસ્ક્રીમની રેંકડી લઈને જતા એક પ્રૌઢને અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હતું. આ અકસ્માતમાં પ્રૌઢને હેમરેજ થઈ ગયું છે. જ્યારે ધ્રોલના ત્રિકોણ બાગ પાસે એક મોટર સાથે ટેન્કર ટકરાઈ પડતા અકસ્માત સર્જાયો હતો.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પીત્ઝાની એક રેસ્ટોરન્ટ સામે રોડ પરથી બુધવારે સાંજે નરેશભાઈ કરમચંદ જસવાણી નામના પ્રૌઢ આઈસ્ક્રીમની રેંકડી લઈને જતા હતા ત્યારે એક અજાણ્યું વાહન પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે નરેશભાઈને હડફેટે લેતા રોડ પર ફેંકાઈ ગયેલા આ પ્રૌઢને હેમરેજ સહિતની ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલક સામે નરેશભાઈના પુત્ર લલીત ભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના વિજયનગરમાં રહેતા મહેશભાઈ મુકેશભાઈ સોલંકી નામના આસામી જીજે-૩-એનએફ ૩૫૯૮ નંબરની મોટર લઈને ગઈ તા.૧૬ની સવારે રાજકોટથી જામનગર આવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ધ્રોલના ત્રિકોણ બાગ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩સીયુ ૯૪૭૧ નંબરના ચાઈકે મોટરને હડફેટે લેતા મોટર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માત અંગે મહેશભાઈએ ટેન્કરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial