Advertisement
Author: નોબત સમાચાર

વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં પાક બચાવવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

જામનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: હાલની પરિસ્થિતિમાં જામનગર જિલ્લામાં અમુક તાલુકાઓને બાદ કરતા આજદિન સુધી વાવણીલાયક વરસાદ થયેલ નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા અંગે કાળજી રાખવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં

જામનગર જિલ્લામાં ખૂબ જ ઓછી માત્રામાં આંતર પાકથી વાવેતર કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકો સાથે મગ, મઠ, અડદ, તુવેર વગેરે જેવા પાકો વાવવામાં આવે, તો મુખ્ય પાક નિષ્ફળ જવાની ભીતિ સામે રક્ષણ મેળવી શકાય છે. જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને પાક પાણીની ખેંચ અનુભવે છે, તેમને કટોકટીની અવસ્થાએ પાણી આપવામાં આવે તો પાક બચી શકે છે. ઉદાહરણ તરીકે, મગફળીના પાકમાં ફૂલ બેસતી વખતે (૩૫-૪૦ દિવસે), સૂયા બેસતી વખતે (૫૫-૬૦ દિવસે) અને ડોડવા વિકાસ પામતી વખતે (૭૫ દિવસે) પિયત આપવાથી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત દિવેલા અને કપાસ જેવા પાકોમાં એકાંતરા પાટલે પિયત આપવાથી ૩૦% જેટલા પાણીની બચત થઈ શકે છે.

જે ખેડૂતો દ્વારા વાવણી થઈ ગઈ હોય, તેઓએ નીંદણ દૂર કરવા તેમજ જમીનમાં ભેજ જાળવી રાખવા માટે આંતરખેડ કરવી હિતાવહ છે. જો વાવેતર ઘાટું (ગીચ) થયેલ હોય તો યોગ્ય છંટણી કરવી હિતાવહ છે. જ્યાં સુધી જમીનમાં ભેજવાળી સ્થિતિ બને નહીં ત્યાં સુધી ઉપરથી નાખવાના રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ. પાણીની ખેંચને લીધે છોડ સુકાવાની પરિસ્થિતિમાં ૨% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરિયાના દ્રાવણનો (૧૫ લિટર પંપમાં ૩૦૦ ગ્રામ યુરિયા) સ્પ્રે કરી શકાય. યુરિયાનું પ્રમાણ વધે નહીં તેની ખાસ કાળજી રાખવી, નહીંતર પાન બળી જવાની શક્યતા રહે છે.

જે ખેડૂતો દ્વારા આજદિન સુધી વાવેતર કરવામાં આવેલ નથી, તે ખેડૂતો હવે પછી ઓછા સમયમાં પાકતા પાકો જેવા કે મગફળીની ઉભડી જાતો, તલ, મગ, અડદ, મઠ, સોયાબીન, ચોળા, બાજરી, ઘાસચારો વગેરે પાકોનું વાવેતર કરવુ જોઇએ.

આ માહિતી કૃષિ નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીની ભલામણો પર આધારિત છે. સ્થાનિક વાતાવરણ અને જમીનની સ્થિતિ મુજબ તેમાં આંશિક ફેરફાર સંભવ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh