Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીએ કરેલી અપીલ પણ કાઢી નખાઈઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક આસામીએ ૧પ વર્ષ પહેલાં કરાયેલા ચેકીંગમાં વીજચોરી કરતા હોવાનો આક્ષેપ મૂકી વીજ કંપનીએ રૂ।.પોણા ત્રણ લાખ ઉપરાંતનું બીલ આપ્યું હતું. તે બીલ વાંધા સાથે ભર્યા પછી ગ્રાહકે અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતા રકમ વ્યાજ સાથે પરતનો હુકમ થયો હતો. તે હુકમ સામે વીજ કંપનીએ કરેલી અપીલ પણ કાઢી નાખવામાં આવી છે.
જામનગરના યોગેશ્વરભાઈ દિલીપભાઈ જોઈસર નામના આસામીને ત્યાં ગઈ તા.રપ-૮-૧૧ના દિને વીજ કંપની દ્વારા કરાયેલા ચેકીંગમાં રૂ।.ર,૭૯,૨૬૪નું બીલ ખોટા આક્ષેપ સાથે આપી દેવામાં આવ્યું હતું. તે રકમ વાંધા સાથે ભરપાઈ કરી યોગેશભાઈએ અદાલતમાં દાવો કર્યાે હતો.
તે દાવો ચાલી જતા વાદીએ વીજચોરી કરી છે તે સાબિત ન કરી શકાતા અદાલતે વાદીનો દાવો મંજૂર રાખી રૂ।.ર લાખ ૮૦ હજાર દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે પરત આપવાનો વીજ કંપનીને હુકમ કર્યાે હતો.
તે હુકમ સામે વીજ કંપનીએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. ત્યાં પણ ગ્રાહક દ્વારા રોકાયેલા વકીલે જે તે વખતે મીટરના સીલ, પેટીના સીલ બરાબર હોવાની વિગતો સાબિત કરી આપી હતી તેને ગ્રાહ્ય રાખી અદાલતે વીજ કંપનીની અપીલ ખર્ચ સાથે નામંજૂર કરી ગ્રાહકને થયેલો ખર્ચ પણ ચૂકવવા વીજ કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial