Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોની પાસે સ્કૂટરમાંથી મળી આવ્યા દારૂના ૨૩૯ ચપલાઃ એકની અટક

સપ્લાયર તથા રીસીવર મહિલાના નામ ઓકાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઈરાત્રે એલસીબીએ બાતમીના આધારે સ્કૂટર રોકાવી તલાશી લેતા તેમાંથી દારૂના ૨૩૯ ચપલા મળી આવ્યા હતા.  ઝડપાયેલા શખ્સે સપ્લાયર તથા રીસીવર મહિલાના નામ આપ્યા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતા એક સ્કૂટરમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી સ્ટાફના ક્રિપાલસિંહ, ભયપાલસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીની સુચના અને એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ વોચ રખાઈ હતી.

તે દરમિયાન જીજે-૧૦-ઈજે ૭૨૩૩ નંબરનું જયુપીટર સ્કૂટર પસાર થતાં એલસીબીએ તેને રોકાવી ચાલક સાધના કોલોની પાછળ જડેશ્વર પાર્કમાં રહેતા ધીરેન ઈન્દ્રજીતભાઈ ચંદનની તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૨૩૯ ચપલા મળી આવ્યા હતા. આ શખ્સે તે જથ્થો નાઘેડીના રામ જીવાભાઈ મોઢવાડીયાએ આપ્યાની અને ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર પાસે રીટાબેન હિતેન્દ્રસિંહ જાડેજાને આપવા જતો હોવાની કબૂલાત કરી છે. ત્રણેય સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh