Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ર૪ જુલાઈના આયોજનઃ
ખંભાળિયા તા. ર૩: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ર૪-૭-ર૦ર૬ ના સવારે ૧૦-૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એચ.એસ.સી., બી.સી.એ., એસ.સી.એ., ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ અને કોમ્પ્યુટર, આઈ.ટી.આઈ. એમએમવી, ડીઝલ મિકેનિકલ તથા કોઈપણ ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદારો માટે સેલ્સ એક્ઝિકયુટીવ, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ, સોફ્ટ સ્કીલ્સ, બ્યુટી અને સીસીસી, ટેકનિકલ, સર્વિસ એડવાઈઝર તથા ટેલી ટ્રેનર જેવી જગ્યાઓ માટે જોબરનું આયોજન કરવામાં આવેલ છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર કચેરી,દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial