Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સપાટી વધીઃ ખેડૂતોના હૈયે ટાઢક થઈ
અમદાવાદ તા. ૨૩: અમદાવાદમાં આજે વહેલી સવારથી અનરાધાર વરસાદ પડતા ઠેર-ઠેર જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે, તો બે દિવસથી વડોદરામાં વરસાદ પડતા નદી-સરોવરની જળસપાટી વધી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા ઠંડક પ્રસરી છે. એસજી હાઈવે, ગોતા, સેટેલાઈટ, બોપલ સહિત પશ્ચિમ અને રિંગ રોડ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નોકરિયાત અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
અમદાવાદના એસ.જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ધુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી માહોલ અને પાણી ભરાવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રોડ પર વાહનોની અવર જવર ઓછી જોવા મળી હતી.
વડોદરા જિલ્લામાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા રાહત થઈ છે. વરસાદ ખેંચાતા ઘટતી આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા ૩ કલાકમાં આજવા સરોવર ૨૦૭.૮૫ ફૂટથી ૨૦૭.૮૮ ફૂટ અને વિશ્વામિત્રી નદી ૫.૨૫ ફૂટથી ૫.૭૭ ફૂટ થઈ છે. આ વરસાદથી ખેડૂતો અને જળાશયો માટે આશા જાગી છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા આજવા સરોવર સહિતના જળાશયોની સપાટી સતત ઘટી રહી હતી, જેના કારણે પાણીના જથ્થા અને ખેતીને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી હતી. દરમિયાન ગઈકાલે રાત્રીથી શરૂ થયેલા વરસાદે આ ચિંતામાં આંશિક રાહત આપી છે.
જિલ્લામાં ધીમીધારે પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થતાં તેમની ઘટતી સપાટી સ્થિર થઈ છે અને કેટલાક જળાશયોમાં વધારો પણ નોંધાયો છે.
તાજેતરના આંકડા મુજબ છેલ્લા ત્રણ કલાકમાં આજવા સરોવરની જળસપાટી ૨૦૭.૮૫ ફૂટથી વધીને ૨૦૭.૮૮ ફૂટ થઈ છે. જોકે વધારો ઓછો છે, પરંતુ સતત ઘટતી સપાટી વચ્ચે આ વધારો સકારાત્મક સંકેત માનવામાં આવી રહૃાો છે.
તે જ રીતે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ કલાકમાં નદીની સપાટી ૫.૨૫ ફૂટથી વધીને ૫.૭૭ ફૂટ થઈ છે. વરસાદ યથાવત રહે તો આગામી કલાકોમાં જળાશયો અને નદીમાં વધુ પાણીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી પાણીની સ્થિતિમાં વધુ સુધારો થવાની આશા સેવાઈ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા નદી અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
એનડીઆરએફની ટીમ દ્વારા ૩૨ લોકોનું રેસ્કયુ
વડોદરાઃ દક્ષિણ ગુજરાત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. જરોદ સ્થિત ૦૬ બીએન એનડીઆરએફની ટીમો બચાવ કામગીરી માટે તાત્કાલિક રવાના થઈ હતી. ખાનવેલ તાલુકાના ટોટાડ ગામેથી ૧૪ પુરુષ, ૧૧ મહિલા અને ૩ બાળકો સહિત કુલ ૨૮ લોકોને સુરક્ષિત બહાર કઢાયા. તાલાવલી ગામેથી પણ ૪ લોકોને બચાવાયા હતા. એનડીઆરએફ ટીમે કુલ ૩૨ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા. દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે વડોદરા જિલ્લાના જરોદ સ્થિત છઠ્ઠી બટાલિયન (૦૬ બીએન) એનડીઆરએફની ટીમો બચાવ કામગીરી માટે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. ટીમે અલગ-અલગ ગામોમાં સફળ બચાવ કામગીરી હાથ ધરી કુલ ૩૨ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial