Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતમાં મારકૂટની ફરિયાદ પછી આદેશ થયોઃ
જામનગર તા. ૨૩: મોટી ખાવડીમાં ચાની કેબીન ચલાવતા એક આસામીને દસ વર્ષ પહેલાં રાત્રિના સમયે એક ફોજદાર તથા બે પોલીસકર્મીએ ગાળો ભાંડ્યા પછી વચ્ચે પડનાર વ્યક્તિને ફડાકા ઝીંકી બંનેને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ જઈ મારકૂટ કરી હતી અને પછી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. આ બાબતની કોર્ટમાં ફરિયાદ થતા આકરા પાણીએ આવેલી લાલપુર કોર્ટે ફોજદાર અને બે પોલીસકર્મી સામે ગુન્હો રજીસ્ટર કરવા અને આરોપીઓ સામે કેસ ચલાવવા હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં રહેતા ભારમલ કમાભાઈ મોરી નામના આસામી ગઈ તા.૧૧-૪-૧૬ની રાત્રે આઠેક વાગ્યે પોતાની ચાની કેબીને વેપાર કરતા હતા ત્યારે ત્યાં પોલીસની જીપ આવી હતી. તેમાંથી ઉતરેલા તત્કાલિન પીએસઆઈ એમ.જે. જલુ, જમાદાર ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, ધરણાંત ડાડુભાઈ ચંદ્રાવડીયાએ ત્યાં જઈ ગાળો બોલવાનંુ શરૂ કર્યું હતું. તેઓને ગાળો કેમ બોલો છો તેમ પૂછતા અમારી સામે બોલે છે, તને બહુ વાવડો આવી ગયો છે તેમ કહી ભારમલભાઈને બળજબરીથી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
તે દરમિયાન પીએસઆઈ જલુ તથા ધર્મેન્દ્રસિંહે લાકડીથી માર માર્યાે હતો અને ધરણાંતભાઈએ તેઓને પકડી રાખ્યા હતા. આ વેળાએ ચાની રેંકડીએ હાજર મહિપતસિંહ નાથુભા જાડેજા છોડાવવા માટે વચ્ચે પડતા તેઓને પણ ફડાકા ઝીંકી મેઘપર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા જ્યાં બંનેને જમીન પર બેસાડી લાકડીથી મારકૂટ કરાયા પછી મોડીરાત્રે ધક્કા મારીને કાઢી મૂકાયા હતા.
પોલીસના મારના કારણે ભારમલભાઈને દુખાવો થતો હોવાથી તેઓએ પોતાના ભાઈ નાથાભાઈ, મિત્ર ચંદુભા માધુભા જાડેજા તથા મહિપતસિંહને ઘરે બોલાવી વાત કર્યા પછી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી હતી જ્યાં એમએલસી કરાઈ હતી. તે પછી તત્કાલિન એસપીને રજૂઆત કરાયા પછી પણ કોઈ પગલાં ભરવામાં ન આવતા લાલપુર કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે તપાસનો આદેશ કર્યાે હતો. તે પછી તપાસ રિપોર્ટ રજૂ થતાં ફરિયાદી ભારમલ મોરી, નાથાભાઈ મોરી, ચંદુભા માધુભા તથા મહિપતસિંહ નાથુભા અને હોસ્પિટલના તબીબના નિવેદનના આધારે લાલપુર અદાલતે તત્કાલિક પીએસઆઈ જલુ, પો.કો. ડી.જી. જાડેજા, ધરણાંત ચંદ્રાવડીયા સામે ભારમલ મોરી તથા મહિપતસિંહને અપહરણ કરી પોલીસ સ્ટેશન લઈ જઈ મારકૂટ કરવા, ગાળો ભાંડવા, ધમકી આપવા અંગે આઈપીસી ૩૨૩, ૩૬૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬, ૧૧૪ હેઠળ ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીઓ સામે કેસ ચલાવવાનો આદેશ કરતા અને આરોપીઓને હાજર થવાનો હુકમ થતાં ખળભળાટ મચ્યો છે. ફરિયાદી તરફથી વકીલ નીખીલ બુદ્ધભટ્ટી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial