Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં કરોડોના ખર્ચે મંજુર થયેલા ટ્રોમા સેન્ટરનું કામ હજી પણ અધુરૂ

આને કહેવાય વિકાસ...

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયામાં અકસ્માતોના સંદર્ભમાં ઈમરજન્સી કોમા સેન્ટર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાનું મંજુર થયું હતું. ધારાસભ્ય મૂળુભાઈ બેરા જ્યારે ધારાસભ્ય હતાં ત્યારે ખાતમુહૂર્ત થયું હતું. તે પછી તેઓ મંત્રી બન્યા અને તેમાંથી ફરી ધારાસભ્ય થયા, પણ ર૦ર૪ માં જે કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી તે એક વર્ષને સાત મહિના પૂર્ણ થવા આવ્યા છતાં હજુ પૂર્ણ થયું નથી. વેન્ટીલેશન સહિતની અનેક સગવડો પણ નથી.

ઢીલી નીતિ પાછળ ભ્રષ્ટાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે આધુનિક સગવડતાઓવાળું વિશાળ ટ્રોમા સેન્ટર સરકારે બનાવવાનું મંજુર કર્યું ને તેને આટલો સમય થયા હજુ ના બનતા અગત્યની સારવાર સમયમાં ટ્રોમા સેન્ટરના અભાવે ના મળતા જામનગર ફરજિયાત દર્દીનેે મોકલવા પડતા હોય, સમયસર સારવાર ના મળતા ઘણાં જીવ ગુમાવતા હોય છે, જ્યારે પી.ડબલ્યુ.ડી. તંત્રના જવાબદાર અધિકારીઓની દેખરેખ હોવા છતાં પણ આવડું મોડું થવા પાછળ ભ્રષ્ટાચારના કારણે ઢીલી નીતિ હોવાનું પણ સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા આ બાબતે તુરત જ આકરા પગલાં લઈને વર્ષોથી ધીમી ગતિએ ચાલતી આ ટ્રોમા સેન્ટરની પ્રક્રિયા ઝડપી કરીને પૂર્ણ કરાવવા જવાબદારો સામે પણ કાર્યવાહીની માંગણી થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh