Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં
જામનગર તા. ૨૩: જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. ૮ જુલાઈ ર૦ર૬ ના પાંચમો શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ શાળાના શૌર્ય સ્તંભમાં પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીરદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ત્યારપછી શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સામાજિક વિજ્ઞાન વિભાગના વડા રાધેશ પી.આર.એ સૌનું સ્વાગત કરી શાળાની ૬પ વર્ષની ગૌરવમય સફર અને નોંધપાત્ર સિદ્ધિઓનો પરિચય કરાવ્યો.
આ પ્રસંગે શાળાના ઈતિહાસ, પરંપરા અને વારસાને રજૂ કરતી વિશષ દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ધોરણ ૬ ના કેડેટ્સે આકર્ષક સમૂહ નૃત્યુ રજૂ કરી કાર્યક્રમમાં રંગત ભરી હતી. ઉપરાંત શાળાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સ્ટાફ સભ્યો અને અધિકારીઓના વીડિયોના માધ્યમ દ્વારા એક ઉત્તમ સંદેશો આપી કાર્યક્રમને ભાવનાત્મક અને યાદગાર બનાવ્યો.
આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગિરીશ અગ્રવાલે બાલનિકેતન પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીની શાળા ફી નું દાન આપી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઓબસાના પ્રમુખ નૈનેશ પટેલે સૌને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને શાળાના સંસ્મરણો સાથે કેડેટ્સને શિસ્ત, મૂલ્યો અને શ્રેષ્ઠાતાના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા.
કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૈનિક સ્કૂલ બાલાચડી કેડેટ્સમાં નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, ભાવનાત્મક બુદ્ધિ અને મજબૂત ચારિત્ર્યનો વિકાસ કરે છે. તેમણે કેડેટ્સને મોટા સ્વપ્ન જોવા, પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા તથા જીવનભર શિસ્ત, પ્રામાણિક્તા અને દેશભક્તિના મૂલ્યો જાળવી રાખવા આહ્વાન કર્યું.
કાર્યક્રમમાં વાઈસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, ઓબસાના સભ્યો, શાળાના અધિકરીઓ, સ્ટાફ તથા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન આર.જે. મકવાણા, (ટીજીટી સામાજિક વિજ્ઞાન) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સમગ્ર કાર્યક્રમે શાળાની ગૌરવશાળી પરંપરા, રાષ્ટ્રપ્રેમ અને સંસ્થાની એક્તાને વધુ મજબૂત બનાવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial