Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ૧૧ ખાદ્ય પેઢીઓનું કડક ચેકીંગ કરી ૨૧ કિલો તેલ તથા વાસી સામગ્રીનો નાશ કરાયો

ફૂડ સેફટી ઓન વ્હીલ્સ - જામનગર દ્વારા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૩: નાગરિકો તેમજ યાત્રિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગર દ્વારા દ્વારકા શહેરમાં ખાદ્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (એફએસડબલ્યુ) મારફતે શહેરની કુલ ૧૧ ખાદ્ય પેઢીઓનાં રસોડાં અને ખાદ્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ખાદ્ય પેઢીઓમાં વપરાતા રસોઈના તેલની ગુણવત્તા જાણવા માટે આશરે નવ ટીપીસી ટેસ્ટ હાથ ધરાયા હતા. તંત્રની ચકાસણીમાં અયોગ્ય જણાયેલું અંદાજે ૨૧ કિલો તેલ સ્થળ પર જ નષ્ટ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મળી આવેલી અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો પણ નાશ કરાવી તેનો ઉપયોગ અટકાવવામાં આવ્યો હતો.

રસોઈના તેલનો વારંવાર ઉપયોગ થાય છે કે કેમ અને તેની ગુણવત્તા જળવાઈ છે કે નહીં તે જાણવા ટીપીસી મીટરની મદદથી સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ રસોડાની સ્થિતિ અને ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

દ્વારકા ધાર્મિક અને પ્રવાસન નગરી હોવાથી અહીં સ્થાનિક નાગરિકો ઉપરાંત મોટી સંખ્યામાં યાત્રિકો ભોજન અને નાસ્તા માટે ખાદ્ય પેઢીઓ પર આધાર રાખે છે. આવા સમયે લોકોની થાળીમાં પીરસાતી સામગ્રીની ગુણવત્તા જળવાય અને જાહેર આરોગ્ય સાથે કોઈ સમાધાન ન થાય તે માટે નિયમિત તપાસ મહત્વની બની રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh