Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલ સજા અને દંડ કરાયા હતા
જામનગર તા.૨૩: જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સો.લિ.ના સભાસદ જયદીપગર પ્રભાતગર ગોસાઈ,જયેશ વિઠ્ઠલભાઈ સોરઠીયા અને અજયસિંહ ઉદયસિંહ જાડેજાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેકો આપ્યા હતાં. સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો પરત ફર્યા હતા જેથી સોસાયટીના નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ અન્વયે આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસો આગળ ચાલતા આ કામના બધા જ આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા અને ચેક મુજબની રકમના દંડ અને જેલની સજાનો હુકમ ટ્રાયલ કોર્ટના આ હુકમને ચેલેન્જ કરવા આરોપીઓ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટનું રેકર્ડ, અને સપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ આ કામના આરોપી જયેશ વિઠ્ઠલભાઈ સોરઠીયાને બે અલગ અલગ કેસમાં રકમ રૂ।. ૨,૪૯,૦૦૫ અને ૬ માસની જેલની સજા તેમજ અન્ય કેસમાં રૂ ૫૮,૫૫૨ની રકમનો દંડ તેમજ ૪ માસની જેલનો હુકમ યથાવત રાખવામાં આવેલ છે.તેમજ ધ્રોલ તાલુકાના ખારવા ગામના જયદીપગર પ્રભાતગર ગોસાઈ ને રકમ રૂ।. ૪૧,૨૭૬ની રકમનો દંડ તેમજ ૬ માસની જેલની સજાનો હુકમ યથાવત રાખવામાં આવેલ છે અને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અજયસિંહ ઉદયસિંહ જાડેજાને રૂ।. ૧,૧૬,૫૩૨ની રકમનો દંડ અને ૪ માસની જેલની સજાનો હુકમ યથાવત રાખવામાં આવેલ છે. અને આ કામના આરોપીઓની અપીલ સેશન્સ કોર્ટ દ્વારા ડિસમીસ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial