Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્થાન અને ઉત્કર્ષની કામગીરીને વેગ મળશેઃ
જામનગર તા. ર૩: સમગ્ર ભારતમાં વસતા ચારણ સમાજને એક્તા અને સંગઠનના સૂત્રમાં બાંધવા માટે કાર્યરત અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભામાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે દેવીદાનભાઈ ગોપાલભાઈ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સી.ડી. દેવલ અને પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામસિંહ મોડના માર્ગદર્શન હેઠળ આ નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, દેવીદાનભાઈ ગઢવી આઈશ્રી સોનલમાઁ શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ છે. દેવિદાનભાઈ છેલ્લા ઘણાં લાંબા સમયથી ચારણ (ગઢવી) સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ માટે સેવાકીય કામગીરી કરીને જ્ઞાતિજનોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. આઈ શ્રી સોનલ માઁ ના સંદેશને આત્મસાત કરીને અહર્નિશ સમાજની સેવા કરનારા દેવીદાનભાઈની ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા સમગ્ર ગુજરાતમાં ચારણ સમાજના ઉત્થાન અને ઉત્કર્ષની કામગીરી વેગવાન બનશે, તેવી આશા સંગઠન અને જ્ઞાતિજનોએ વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial