Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પર ક્યારે વરસશે મેઘરાજા?: આકાશને સીધો સવાલ કરતી તસ્વીર

કિતના હમે અબ ઔર તું તરસાએગા?, એ આસમાંઁ તું પાની કબ વરસાએગા?

                                                                                                                                                                                                      

જામનગરમાં હજી સુધી ચોમાસું બેઠું નથી. લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પાણી વિતરણ તો ઘણાં દિવસથી દૈનિકને બદલે એકાંતરા કરી નાખવામાં આવ્યું છે. વાદળો ઘેરાય છે, પણ વરસતા નથી. ઝાપટાં આવી ચાલ્યા જાય છે, પણ વરસાદ કહી શકાય એવી મેઘકૃપા થતી નથી. આવી સ્થિતિમાં શહેરમાં ઘણાં વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા છે અને બોર-ડંકી નિર્જળ થઈ ગયા છે, ત્યારે શહેરમાં લાલપુર બાયપાસ નજીકના વિસ્તારમાં માલવાહક સાયકલ અને માથા ઉપર ઘડા રાખી પાણી ભરી જતા શ્રમિકોના બાળકોની પ્રસ્તુત તસ્વીર જાણે આકાશને સીધો સવાલ કરી રહી છે કે આખરે વરસાદ ક્યારે આવશે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh