Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં ગઈકાલે એક અને વાંસજાળિયામાં અડધો ઈંચ વરસાદ

હાલારમાં લોકો સાર્વત્રિક વરસાદની રાહમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: હાલારમાં આ વર્ષે ચોમાસુ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. માત્ર હળવા ઝાપટાં જ વરસી રહ્યા છે.

જામનગરમાં સતત ઝળવાઈ રહેલા વરસાદી માહોલ વચ્ચે વરસાદની આશા ફળીભૂત થતી નથી. ગઈકાલે માત્ર જામજોધપુર તાલુકામાં એક ઈંચ વરસાદ થયો હતો. ઉપરાંત અમુક ગામડામાં હળવા ઝાપટાં વરસ્યા હતાં. તો દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદની રાહમાં છે.

જામનગર શહેર-જિલ્લામાં લોકો-ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. વાતાવરણ પણ વરસાદી માહોલથી ઘેરાયેલું જોવા મળે છે, પરંતુ મેઘરાજાની મહેર થતી નથી.

ગઈકાલે સવારે જામજોધપુરમાં રપ મી.મી. એટલે કે એક ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત જોડિયામાં ૪ મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જ્યારે ગઈકાલે અમુક ગામડમાં હળવા ઝાપટાં વરસ્યા હતાં, જેમાં મોટા વડાળામાં ૩ મી.મી., સમાણામાં પાંચ મી.મી., જામવાડીમાં ૬ મી.મી., વાંસજાળિયામાં ૧ર મી.મી., ધુનડામાં ર મી.મી., પરડવામાં ૮ મી.મી. અને ભણગોરમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે પણ વરસાદી માહોલ જળવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો જ્યાં પ૦, ૭પ કે ૧૦૦ ઈંચ વરસાદ થયાના દાખલા છે અને એકજ દિવસ ૧૦ થી ૩૦ ઈંચ વરસાદ પણ નોંધાયો છે.

તો જિલ્લામાં આજે પોણો જુલાઈ માસ પૂર્ણ થવા છતાં લોકો વરસાદની રાહમાં છે. ભીમ અગિયારસ અને અષાઢી બીજ પણ કોરા ધાકોળ પસાર થયા છે. લગભગ ૯પ ટકા ખેડૂતોએ હજી વાવણી કરી નથી. વર્ષો પછી વરસાદ ખેંચાયો હોય, લોકો ભગવાનને પ્રાર્થના કરી ધૂન, યજ્ઞ, ભંડારા વગેરે કરી મેઘરાજાને રીઝવવા પ્રયત્નો કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh