Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ વિભાગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૨૩: મચ્છરજન્ય રોગ નિયંત્રણ અન્વયે આંતર ખાતાકીય સંકલન મિટિંગનું આયોજન જામનગર મહાનગર પાલિકાના, કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં જામનગરના વિવિધ વિભાગ જેવા કે કલેકટર કચેરી, એસ.પી. કચેરી, જિલ્લા ન્યાયાલય, જિલ્લા આરોગ્ય શાખા, ભારતીય વાયુસેના, જામનગર એરપોર્ટ, એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા મેલેરિયા વિભાગ, માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એસ.ટી. ડિવિઝન, પોલીટેકનિક કોલેજ, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, આઈસીડીએસ વિભાગ, યુ.સી.ડી. વિભાગ, સોલીડ વેસ્ટ વિભાગ, ફાયર ડિપાર્ટમેન્ટ, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ ડીપાર્ટમેન્ટ,, ટાઉન પ્લાનિંગ શાખા, ગાર્ડન શાખા, સિવિલ શાખા, આરોગ્ય શાખાના અધિકારીઓ/પ્રતિનિધિઓ હાજર રહયા હતા.
આ મિટિંગમાં એમ.ઓ.એચ. ડો. હરેશ ગોરી દ્વારા વાહકજન્ય રોગ અંગેની પ્રાથમિક જાણકારી તથા બચવાના ઉપાય અંગે સમજ આપવામાં આવી હતી, ત્યાર પછી મેલેરિયા ઓફિસર ડી.આર. પંચાલે આ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સરકારી પ્રાઇવેટ કચેરીમાંથી મચ્છરની ઉત્પતિ અટકાયત અંગે સવિસ્તાર સમજ આપી હતી. આ મિટિંગમાં મચ્છરના લાર્વા અને પોરાભક્ષક માછલીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આમ, ચોમાસાની સિઝન દરમ્યાન આ સાથે દર્શાવેલ પગલાઓ લેવા થી આપણે જાતે, આપણા કુંટુંબ તથા શહેરને મચ્છરજન્ય રોગોથી બચાવી શકીએ છીએ.
જેમાં પાણી ભરેલા તમામ વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો, મોટા પાણીના ભરાવાના સાધનમાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો, ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો. મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો.
મચ્છરોના કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરો. સવારે-સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.
તાવ આવે કે તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો અને દર અઠવાડિયે એકવાર સવારે ૧૦ કલાકે ૧૦ મિનિટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial