Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડા-હાપા-જામનગર ડબલિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની અનેક ટ્રેનો પ્રભાવિત થશે

આજે તા. ૨૩ જુલાઈથી તા. ૭ ઓગષ્ટ સુધી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડ પર ડબલિંગનું કામ કરવામાં આવી રહૃાું છે. આ કામગીરી દરમિયાન ૨૩ જુલાઈથી ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડ પર ડબલિંગની કામગીરી દરમિયાન કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવતા ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) સામેલ છે.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલકુમાર મીનાએ જણાવ્યું છે કે મુસાફરોએ યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લેવી.

ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ ૨૩ જુલાઈ, ૨૦૨૬ ના ઓખાથી ૧ કલાક ૧૦ મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં ૨૦ મિનિટ રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.

 (૧) તા. ૨૩ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટમાં આંશિક રીતે સમાપ્ત થશે.  (૨) તા.૨૪ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.  (૩) તા. ૨૪ ના ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૫૫ મિનિટ મોડી ઉપડશે.  (૪) તા.૨૪ ના ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી ૪૫ મિનિટ મોડી ઉપડશે. (૫) તા. ૨૪ ના ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી ૫૦ મિનિટ મોડી ઉપડશે.  (૬) ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ૩૦ મિનિટ તથા ૧૯૨૫૨ ઓખા વેરાવળ એક્સપ્રેસ ૨૦ મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૨૪ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.

તા. ૨૫ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.૨૫ ના ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૩:૫૫ વાગ્યે ઉપડશે. તા.૨૫ ના ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે. તા.૨૫ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર- ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.

તા. ૨૬ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૨૬.૦૭.૨૦૨૬ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ - ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.

તા. ૨૭ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૨૭ ના ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.

ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા જામનગર એક્સપ્રેસ માર્ગમાં ૨ કલાક ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૨૭ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.૨૮ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.૨૭ ના ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુર- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૨૯ ના ટ્રેન નંબર ૧૯૫૭૫ ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.

ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી-કટરા-હાપા એક્સપ્રેસ માર્ગમાં ૫૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૨૮ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૨૯ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.

ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૨૯ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૩૦ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૩૦ ના ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા બનારસ એક્સપ્રેસ ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ઓખાથી ૩ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે. તા. ૩૦ ના ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ હાપાથી ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે.

ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદપોરબંદર એક્સપ્રેસ ૨ કલાક તથા ૨૦૯૧૦ પોરબંદર તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૩૦ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૩૧ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૩૧ના ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી ૪ કલાક મોડી ઉપડશે.

ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ માર્ગમાં ૪ કલાક ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૩૧ના ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૧:૪૦ વાગ્યે ઉપડશે. તા. ૩૧ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.

તા. ૨ ઓગષ્ટના રોજ તા. ૦૧ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૧ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. તા. ૦૧ ના ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ૨૧.૪૦ વાગ્યે ઉપડશે.  તા. ૦૧ ના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. તા. ૦૧ ના ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.

ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં ૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

તા. ૦૨ ઓગસ્ટના રોજ

તા. ૦૧ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૦૨ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૨ ના ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૪ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.

તા. ૦૧ ના બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.  તા. ૦૨ ની ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૨ ની ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. તા. ૦૨ ની ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.

ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.  ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર એક્સપ્રેસ માર્ગમાં ૫૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.  ટ્રેન નંબર ૧૬૩૩૮ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

તા. ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તા. ૦૨ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.૦૩ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.૦૩ ના ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૩ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.

તા. ૦૨ ના શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. તા.૦૩ ના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. તા. ૦૩ ના ટ્રેન નંબર ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે.

 ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં ૧૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

૦૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના ટ્રેનની વિગતોમાં તા. ૦૪ ના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે. તા. ૦૩ ના ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.૦૪ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૪ ના ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા.૦૪ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.

તા. ૦૩ ના બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. તા. ૦૪ ના ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૩ ના બિલાસપુરથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદરપોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૪૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

તા. ૦૫ ઓગસ્ટના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા રાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે. તા. ૦૪ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા. ૦૫ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૫ ના ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૫ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરાજામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.

 ટ્રેન નંબર ૧૯૫૭૫ ઓખાનાથ દ્વારા એક્સપ્રેસ ૦૫.૦૮.૨૦૨૬ ના રોજ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા.૦૩ ના તિરુનેલવેલીથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે.  ૧૬:૦૦ વાગ્યા પછી ઉપડનારી તમામ ટ્રેનોનું સંચાલન આશરે ૫૦ મિનિટથી ૧ કલાક સુધી રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે.

તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ટ્રેનોમાં તા.૦૬ ના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા રાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટ ઓખા પેસેન્જર રદ્દ રહેશે. તા. ૦૫ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.

તા. ૦૬ ના ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૬.૦૮.૨૦૨૬ ના ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગરવડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૬ ના ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. તા.૦૪ ની ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલી જામનગર એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. તમામ ટ્રેનોનું સંચાલન આશરે ૫૦ મિનિટથી ૧ કલાક સુધી રેગ્યુલેટ કરવામાં આવશે.

૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ની ટ્રેનની વિગતોમાં તા.૦૭ ના ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખારાજકોટ પેસેન્જર તથા ૫૯૫૫૧ રાજકોટઓખા પેસેન્જર રદ્દ રહેશે. તા. ૦૬ ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર ટર્મિનસઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે.  તા.૦૭ ના ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૭ ની નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે.

તા. ૦૭ ની નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. તા. ૦૬ ના મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. તા. ૦૭ ના ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખામુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાના બદલે હાપાથી ઉપડશે. તા. ૦૫ ના એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નંબર ૧૬૩૩૮ એર્નાકુલમ ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. તા.૦૮ ના ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખાએર્નાકુલમ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. તા. ૦૭ ના ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી ૮ કલાક મોડી ઉપડશે.

ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ- ઓખા વંદે ભારત એક્સપ્રેસ ૪૫ મિનિટ તથા ૧૫૦૪૫ ગોરખપુર ઓખા એક્સપ્રેસ ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૦૬.૦૮.૨૦૨૬ ના નાથદ્વારાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્વારા ઓખા એક્સપ્રેસ હાપા સુધી જ આવશે. તા. ૦૬ના બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. તા. ૦૭ ના ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તા. ૦૭ ના ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરૂનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી ઉપડશે. તા. ૦૭ ના ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખાદેહરાદૂન એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ૧૫:૦૦ વાગ્યે ઉપડશે.

ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૮.૦૮.૨૦૨૬ ના રોજ જામનગરના બદલે વાંકાનેરથી ઉપડશે. તેમ રેલવેની અખબારી યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh