Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નીટ પેપરલીક મામલે વિદ્યાર્થીઓના ધરણાં-પ્રદર્શનઃ આવેદન

શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆતઃ

                                                                                                                                                                                                      

નીટ પેપરલીક કૌભાંડ વિદ્યાર્થીના ભવિષ્ય સામે થતો અન્યાય અને શિક્ષણમાં પારદર્શિતા અંગેની માંગ સાથે આજે જામનગરના જાગૃત વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું. આમરા ગામના દિલીપ રાઠોડ અને જામનગરના ચેતનકુમાર ભાંભીની આગેવાનીમાં અનેક વિદ્યાર્થીઓ આજના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં એવી માંગણી-રજૂઆત કરવામાં આવી હતી કે, નીટ પેપરલીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે, અને માનસિક, શારીરિક અને આર્થિક નુક્સાન ભોગવવું પડ્યું છે. અનેક વિદ્યાર્થીઓ નિરાશા-તણાવોના ભોગ બન્યા છે. આમ શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં થયેલા ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીને ન્યાય આપવામાં આવે. આથી કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના પરિવારને આર્થિક સહાય અને ન્યાય આપવામાં આવે, ભવિષ્યમાં પેપરલીક ન થાય, તે માટે મજબૂત અને પારદર્શક વ્યવસ્થાની લેખિત બાહેંધરી સરકાર દ્વારા આપવામાં આવે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરનારા જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે, વિદ્યાર્થીનું ભવિષ્ય દેશનું ભવિષ્ય છે તેથી આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવામાં આવે. આ સમયે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીમાં ધરણાં-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને મેલોડી ચોકલેટનું વિતરણ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh