Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રમત ગમત કચેરી-વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા
ખંભાળીયા તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત કચેરી તથા જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે ખંભાળીયામાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા નિવૃત્ત વ્યાયામ અને વિશેષ શિક્ષકોનું સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિ.શિ. ડો. જાડેજાના અતિથિ વિશેષપદે પધારેલા અગ્રણી પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય તથા જિ. રમત ગમત અધિકારી ભાવેશભાઈ રાવલીયાએ પ્રવચન કર્યું હતુંં. આ કાર્યક્રમમાં ચાર નિવૃત્ત શિક્ષકો જશુભા જાડેજા, ગોવાભાઈ પાથર, વસંતભાઈ પાઠક, ભરતભાઈ વાછાણી, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા દેવાયતભાઈ કરંગીયા, મયુરધ્વજસિંહ ઝાલાને પીએચ.ડી.ની પદવી મળતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ વી.ડી. ગોજીયા, અન્ય હોદ્દેદારો વી.એચ. ગોજીયા, વિરભદ્રસિંહ ગોહીલ, ભારતીબેન મકવાણા, ભીમશીભાઈ વગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial