Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૬મી જુલાઈએ
જામનગર તા. ર૩: જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આગામી તા. ર૬-૭-ર૦ર૬ ના દિને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૦ વાગ્યે જામનગરના લાખોટા તળાવ ગેઈટ નં. ૧ પાસે આવેલ શહીદ સ્મારક પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સાંજે પ વાગ્યે વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગર રોડ, જામનગરમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધમાં માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા, વિજયી વિર જવાનોના અદમ્ય શૌર્યને વંદન કરવા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના જનજન સુધી પહોંચે તે હેતુથી દેશભક્તિથી સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દેશભક્તિ ગીત માટે જાણીતા વેદ ઈવેન્ટસના પ્રશાંતભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દેશપ્રેમ જગાડતા ગીતોની વિશેષ રજૂઆત કરવામાં આવશે. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ એન. જાડેજાએ જામનગર શહેર તથા જિલ્લાના તમામ માજી સૈનિકો, શહીદ પરિવારો, યુવાનો અને દેશપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial