Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૧૮,૫૮૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨૩: કલ્યાણપુરના રણજીતપર ગામની સીમમાં સોલાર પ્લાન્ટ ચલાવતી એક કંપનીમાંથી સવા મહિના પહેલાં રૂ।.૧,૯૧,૨૫૦નો વાયર ચોરાઈ ગયો હતો. દ્વારકા એલસીબીએ તપાસ દરમિયાન ત્રણ શખ્સને રૂ।.૨,૧૮,૫૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. અન્ય ત્રણ સાગરિતની શોધ કરાઈ રહી છે.
કલ્યાણપુર તાલુકાના રણજીતપર ગામની સીમમાં ઓપેરા સોલાર પ્લાન્ટના પટાંગણમાંથી અંદાજે સવા મહિના પહેલાં કોપરનો છ એમએલનો ૭૮૭૦ મીટર વાયર ચોરાઈ ગયો હતો. રૂ।.૧૯૧૨૫૦ના વાયર ચોરીની પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી.
આ ગુન્હાની ચાલી રહેલી તપાસ દરમિયાન દેવભૂમિ દ્વારકા એલસીબીના પીઆઈ એન.એચ. જોષીની સૂચનાથી કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફને બાતમીના આધારે પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા ટીમે જામનગરના બેડેશ્વરના રાજુ અસગર પઠાણ, બશીર હનીફ ચૌહાણ, સિક્કાના આમદ હારૂન જેડા નામના ત્રણ શખ્સને પકડી લીધા છે. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ સિક્કાના અસલમ ઈશા તાયાણી, આરીફ ઈશા તથા અસલમના ફૂઆના નામ આપ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપી પાસેથી રૂ।.૧૭૭૯૫૦ની કિંમતનો કોપર વાયર, રૂ।.૨૦૫૮૦ની કિંમતનો રબ્બર સહિતનો કોપર વાયર તથા બે મોબાઈલ અને કટર કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial