Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી ફાયદો જણાય. અન્ય બે રાશિના જાતકોને પારિવારિક શ્રમ-દોડધામ-વ્યસ્તતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવવાથી આપને આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં ઉપરીવર્ગ,સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Cancer (કર્ક: ડ-હ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૭
Leo (સિંહ: મ-ટ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૩
Libra (તુલા: ર-ત)
સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામ અંગે આપને વ્યસ્તતા જણાય. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપને દિવસ દરમ્યાન સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકા થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
આપના કામની સાથે પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ રહે. ધંધામાં આવક થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આપના કામની કદર-પ્રશંસા થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપે સરકારી કામ, આયાત-નિકાસના કામમાં સાવધાની રાખવી. આવેશ-ઉશ્કેરાહટમાં કોઈ નિર્ણય કરવા નહી.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫