Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરી પીજીવીસીએલ કચેરીએ મચાવ્યો હોબાળોઃ
જામનગર તા. ૧૭: જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે. ગોકુલનગરની 'સાયોના શેરી' તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક નાના-મોટા કારખાનાઓ આવેલા છે, જે આ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ સમાન છે. પરંતુ તાજેતરમાં વારંવાર અચાનક બબ્બેથી ત્રણ-ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા રોજીંદી બની જતાં વેપારીઓ અને કારખાનેદારો લાલઘૂમ થયા છે. પાવર કટના કારણે ઉત્પાદન અટકી પડવાથી ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વીજતંત્રની આ ઘોર બેદરકારી અને અંધેર વહીવટથી ત્રસ્ત થઈને આખરે સ્થાનિક રહીશો તેમજ ઉદ્યોગકારોના ધીરજનો અંત આવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ ધસી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. દેખાવકારોએ તંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે પાવર કટ સમયે જ્યારે પણ કચેરીમાં ફરિયાદ નોંધાવવા માટે સંપર્ક કરવામાં આવે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. પ્રજાના પ્રશ્નો પ્રત્યે તંત્રના આ હદે ઉદાસીન અને બેજવાબદાર વલણને સખત શબ્દોમાં વખોડી કાઢતાં સ્થાનિકોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે, જો સત્વરે આ વિસ્તારનો વીજ પુરવઠો નિયમિત કરી સમસ્યાનો કાયમી ઉકેેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેમાંથી ઉદ્ભવનારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી વીજ કંપનીના સત્તાધીશોની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial