Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતોના ૫ાવન સાંનિધ્યમાં હરિભક્તોએ દર્શન-પૂજન-આરતીનો લાભ લીધોઃ
જામનગર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનાયરાણ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે ભવ્ય અને ભાવભર્યો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે સંતોના પાવન સાંનિધ્યમાં હરિભક્તો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાનના દર્શન, પૂજન, આરતી અને રથયાત્રાનો દિવ્ય લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સંતોએ ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ અને સત્સંગના મૂલ્યો અંગે પ્રેરણાદયી આશીર્વચનો આપ્યા હતાં હરિભક્તોએ ભજન-કીર્તન, ધૂન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વાતરવણને ભક્તિભય બનાવી દીધું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો, યુવાનો, બાળકો, મહિલાઓ તેમજ કાર્યકરો જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન મંદિરના સંતો અને સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સર્વે હરિભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સમાજમાં શાંતિ, સુખ, સદ્ભાવના અને આધ્યાત્મિક જાગૃતિ વધે તેવી પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial