Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના જીરાગઢના પરિણીતા ગુમ

જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જોડિયાના જીરાગઢ ગામમાં વસવાટ કરતા એક મહિલા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા પછી ત્યાંથી ગુમ થયા છે. તેમના પતિએ પોલીસને જાણ કરી છે. પોલીસે વર્ણન તથા ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.

જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં વસવાટ કરતા અને કડિયાકામ કરતા નાસીરભાઈ અકબરભાઈ સોઢા નામના યુવાનના પત્ની નુરીબેન નાસીરભાઈ સોઢા (ઉ.વ.ર૧) ગુમ થઈ ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે.

આ પરિણીતા બીમારીની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી કંઈક જ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. નાસીરભાઈએ પોલીસને જાણ કરી છે. આ મહિલા મજબૂત બાંધો, રૂપાળો વાન ધરાવે છે. છેલ્લે તેઓએ ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલો હતો. તેણી હિન્દી તથા મૈથીલી ભાષા જાણે છે. આ મહિલા અંગે કોઈએ જાણ હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એસ.વી. ચૌહાણનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh