Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત એટીએસ દ્વારા વધુ પાંચ આતંકીઓ દબોચાયા

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા અને પહેલા પકડાયેલા ૮ આતંકી સાથે સંકળાયેલા હતાઃ આખુ આતંકી નેટવર્ક ભેદાયુઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૭: ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતમાંથી ૫ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ પાંચેય આતંકીએ અગાઉના આઠ સાથે મળી વિસ્ફોટકનું પરીક્ષણ કરી રહ્યાં હતાં.

ગુજરાત એટીએસએ જૈશ-એ-મોહમ્મદના વધુ ૫ આતંકીની ધરપકડ કરી છે. અગાઉ એટીએસએ ૮ આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ ૫ નામ સામે આવતા એટીએસએ આતંકીઓની ધરપકડ કરી છે. પાંચેય ગુજરાતના જ અલગ-અલગ જિલ્લામાંથી ઝડપાયા છે. પાંચેય પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ પાંચની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા ૮ આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહૃાા હતા. હાલ તમામને એટીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ૩ જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને ૮ આતંકીની ધરપકડ કરી હતી. આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહૃાા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ ૫ ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.

એટીએસ ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી ૮ શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ એટીએસએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા ૧૬ જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો. આ આતંકીઓ ગુજરાતમાં સક્રિય હતા અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની ફિરાકમાં હતા તેથી એટીએસની આ મોટી સફળતાથી આતંકી નેટવર્કને મોટો ફટકો પડયો છે.

એટીએસના વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસુબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે એટીએસ દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યકિતઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા

આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh