Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરીની પરંપરા મુજબ અષાઢી બીજથી તેરસ સુધી ચાલશે ઉત્સવ
'છોટી કાશી' જામનગરમાં વિશાલ નજીક સિદ્ધનાથ સોસાયટીમાં આવેલ શ્રી જગન્નાથ ભગવાનના મંદિરે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે શહેરમાં વસતા ઓરિસ્સા સહિતના પરપ્રાંતના લોકો દ્વારા સ્થાપિત અને જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા સંચાલિત આ મંદિરે જગન્નાથ પુરીની પરંપરા અનુસાર અષાઢી બીજથી અષાઢ સુદ ૧૩ સુધી સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવે છે. સંસ્થાના હોદ્દેદાર ભગદાન પટનાયક દ્વારા સમગ્ર ઉત્સવ અંગે આપવામાં આવી હતી જે અંતર્ગત ગઈકાલે અષાઢી બીજના દિને મંદિરમાં પ્રતિકારત્મક રથયાત્રા યોજાઈ હતી તથા ભક્તોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો. આગામી તા. ૨૭ જુલાઈ સુધી પ્રતિદિન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial