Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં સોફાનું કારખાનું સળગતા લાખો રૂપિયાનું નુકસાનઃ પોલીસ તપાસ શરૂ

મહામહેનતે બચાવાયેલો વ્યકિત ગંભીર

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૭: રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગતા એક વ્યકિતનું રેસ્કયૂ કરાયું છે, પરંતુ તેની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક એક સોફા કારખાનામાં ભીષણ આગ લાગી હતી. સવારે ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા, ફાયર ટેન્ડરો અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી ગયું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે કોલ મળતાની સાથે જ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડરો અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચીને તરત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. કારખાનાની અંદર એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ કારખાનાની અંદર પ્રવેશીને ફસાયેલા વ્યક્તિને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સોફા બનાવવાના કારખાનામાં મોટા પ્રમાણમાં રાખેલો કાચો માલ, કેમિકલ, ફોર્મ અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનાને કારણે કારખાનાના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહૃાું છે, જોકે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh