Advertisement
Author: નોબત સમાચાર

દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને વડાપ્રધાને કરાવ્યુ પ્રસ્થાનઃ ઐતિહાસિક દિવસ

સસ્તુ ભાડુને સોનીપતની યાત્રાઃ ૭૫ કિ.મી.ની ઝડપ

                                                                                                                                                                                                      

જીંદ તા. ૧૭: હરિયાણાના જીદંથી સોનીપત વચ્ચે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને વડાપ્રધાને લીલીઝંડી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત જશે. આ સાથે જ હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂ કરનાર ભારત વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં જ હાઇડ્રોજન ટ્રેનો ચાલી રહી છે.

વડાપ્રધાન સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી નાયબ સૈની અને રાજ્યપાલ પ્રો. અસીમ ઘોષ પણ હાજર રહ્યા હતાં. આ રૂટ પર ૮૯ કિમીનું અંતર ૨ કલાકમાં કપાશે. ૧૦ કોચવાળી આ ટ્રેન આ રૂટ પર ૧૪ સ્ટેશનો વચ્ચે મહત્તમ ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભાડું ૫ થી ૨૫ રૂપિયાની વચ્ચે હશે. તેથી એવુ કહી શકાય કે લોકો સસ્તા ભાડામાં સોનીપતની યાત્રા કરી શકશે.

આ પ્રસંગે હરિયાત્રાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ આને ગ્રીન એનર્જીનો સંકલ્પ ગણાવ્યો હતો. રેલવે મંત્રી અશ્વિનીકુમારે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો તો વડાપ્રધાને હરિયાણાથી આ નવી પહેલને પર્યાવરણની સુરક્ષા તથા સ્વાસ્થ્ય સુરક્ષા તરફ અંગુલી નિર્દેશ કર્યો હતો.

આ ટ્રેન અંગે માહિતી આપતા લોકો પાયલટ રાજેશકુમારે જણાવ્યું કે હાઈડ્રોજન ટ્રેન સંપૂર્ણપણે નવી ટેકનોલોજી પર આધારિત છે. તેમાં પરંપરાગત ટ્રેનોની સરખામણીમાં વધુ પાવર છે, તે સાઉન્ડ પ્રૂફ છે અને તેનાથી પર્યાવરણમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. તેની પીક-અપ પણ ઘણી સારી છે, જેનાથી ટ્રેનનું સંચાલન વધુ સરળ અને અસરકારક બને છે.

તેમણે જણાવ્યું કે લોકો પાયલટનો મુસાફરો સાથે સીધો સંવાદ થતો નથી. જો કોઈ મુસાફરને મદદની જરૂર હોય તો લોકો પાયલટ ટ્રેન મેનેજરનો સંપર્ક કરે છે. આ પછી ટ્રેન મેનેજર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા મુસાફરો સુધી માહિતી પહોંચાડે છે અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે.

રાજેશ કુમારે જણાવ્યું કે આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યો છે. ફ્યુઅલ સેલમાં લગભગ ૮.૫ બારના દબાણથી હાઇડ્રોજન ગેસ મોકલવામાં આવે છે, જ્યારે બીજી તરફથી ઓક્સિજન પ્રવેશે છે. બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી વીજળી, વરાળ અને પાણી ઉત્પન્ન થાય છે. વીજળી ટ્રેનને ચલાવવાનું કામ કરે છે, વરાળ વાતાવરણમાં નીકળી જાય છે અને પાણી નીચે નીકળી જાય છે. આ જ કારણ છે કે હાઇડ્રોજન ટ્રેનને પર્યાવરણને અનુકૂળ અને શૂન્ય-ઉત્સર્જન  ટેકનોલોજીવાળી ટ્રેન માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh